યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત ફરી પેલેસ્ટાઈનની વહારે, શરણાર્થીઓની મદદ માટે આપ્યા ફરી 20 કરોડ
સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો પોતાની ઇચ્છાથી સહયોગની રકમ આપે છે
નવેમ્બરમાં ભારત સરકારે સહાયતાની રકમ 25 લાખ ડૉલરનો પહેલો હપ્તો ચૂકવ્યો હતો
Israel vs Hamas war | ગાઝા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટિની નાગરિકોની મદદ માટે 25 લાખ ડૉલર (આશરે 20 કરોડ) રૂપિયા આપ્યા છે. આ ભારત વતી અપાતી 50 લાખ ડૉલરની વાર્ષિક મદદની અડધી રકમ છે.
નવેમ્બરમાં આપ્યા હતા 25 લાખ ડૉલર
ભારત આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટિની શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપે છે. પેલેસ્ટિની શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર 1950થી કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તેના માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો પોતાની ઇચ્છાથી સહયોગની રકમ આપે છે. અગાઉ નવેમ્બરમાં ભારત સરકારે સહાયતાની રકમ 25 લાખ ડૉલરનો પહેલો હપ્તો ચૂકવ્યો હતો.
130થી વધુ કર્મચારી ગુમાવ્યાં
7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા બાદથી ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમ સામે અવરોધ પેદા થયા. આ કામકાજ કરવામાં વ્યસ્ત 130થી વધુ કર્મચારીઓ માર્યા ગયા. વેસ્ટ બેન્કમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને કારણે સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમ પણ પ્રભાવિત થઇ રહ્યા છે. વેસ્ટ બેન્કના શહેરોમાં પણ 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હજારોની ધરપકડ કરી લેવામાં આવી હતી.