‘હવે સમય આવી ગયો છે કે, ભારત હમાસને...’ ઈઝરાયેલના રાજદૂતે ભારતને કરી વિનંતી, PM મોદી અંગે પણ આપ્યું નિવેદન

ઘણા દેશોની જેમ ભારત પણ ભારતમાં હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે : ઈઝરાયેલના રાજદૂત

નાઓર ગિલોને કહ્યું, PM મોદી આતંકી હુમલાની ટીકા કરનારા વિશ્વના પ્રથમ નેતાઓમાં સામેલ હતા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
‘હવે સમય આવી ગયો છે કે, ભારત હમાસને...’ ઈઝરાયેલના રાજદૂતે ભારતને કરી વિનંતી, PM મોદી અંગે પણ આપ્યું નિવેદન 1 - image

નવી દિલ્હી, તા.25 ઓક્ટોબર-2023, બુધવાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)ને વચ્ચે બે સપ્તાહથી વધુનો સમય વિતિ ગયો છે, ત્યારે ઈઝરાયેલના રાજદુત નાઓર ગિલોને (Naor Gilon, Ambassador of Israel) આજે કહ્યું કે, ભારત (India) ઘણા દેશોની જેમ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે. તેમણે હમાસ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાનોમાં ઈઝરાયેલનો ‘સો ટકા’ સમર્થન આપવા બદલ ભારતનો આભાર માન્યો છે.

ઈઝરાયેલના રાજદૂતે PM મોદીની પ્રશંસા કરી

ગિલોને કહ્યું કે, 7 ઓક્ટોબરે ક્રુજ હુમલા બાદ ઈઝરાયેલે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે સંબંધિત ભારતીય અધિકારીઓને માહિતીગાર કર્યા છે. ઉપરાંત તેમણે સંકેત આપતા કહ્યું કે, અગાઉ પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આતંકી હુમલાની ટીકા કરનારા વિશ્વના પ્રથમ નેતાઓમાં સામેલ હતા.

ભારતે અમારું મજબુત સમર્થન કર્યું : ઈઝરાયેલના રાજદૂત

ઈઝરાયેલના રાજદુતે વધુમાં કહ્યું કે, વિશ્વમાં ભારત એક મહત્વપૂર્ણ અવાજ છે અને અમારા માટે મહત્વપૂર્ણ દેશ અમારી સાથે છે. તેમણે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, ભારત હમાસને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરે.’ તેમણે કહ્યું કે, ઘણા દેશો હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી ચુક્યા છે. અમારા આતંકવાદી વિરોધી અભિયાનોમાં ભારત અમારું મજબુતી સાથે સમર્થન કરી રહ્યું છે.

હમાસનો ખાતમો કરવા માટે ઈઝરાયેલ મક્કમ

ગિલોને કહ્યું કે, ઈઝરાયેલ માટે આ યુદ્ધ મધ્ય પૂર્વમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું યુદ્ધ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હમાસનો ખાતમો કરવા માટે ઈઝરાયેલ મક્કમ છે. તેમણે કહ્યું કે, હમાસ દ્વારા અચરવામાં આવેલી ક્રુરતા ફરી ન બને તે માટે ઈઝરાયેલની કાર્યવાહીનો ઉદ્દેશ્ય અડીખમ છે. જ્યારે હમાસના આતંકવાદીઓએ ગાઝાથી ઈઝરાયેલમાં રોકેટ મારો શરૂ કર્યા બાદ આ સંઘર્ષ શરૂ થયો છે. ઉપરાંત ગ્રાઉન્ડ એટેક પણ કર્યા. બદલો લેવા માટે ઈઝરાયેલે ગાઝામાં મોટાપાયે જવાબી હુમલા કર્યા, જેમાં હજારો લોકોના મોત થયા છે.

યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. બંને તરફી ચાલી રહેલા સામ-સામે હુમલામાં છેલ્લા ત્રણ સપ્તાહમાં અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત થયા છે. હમાસે શરૂ કરેલા હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલીઓના મોત થયા છે, તો ઈઝરાયેલી સેના (Israeli Army)ના વળતા જવાબમાં ગાઝા પટ્ટી (Gaza Strip)માં 5800થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ઈઝરાયેલી સેનાએ પણ કહ્યું છે કે, તેઓ બંધકોને છોડાવવા અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવા ગાઝામાં ગ્રાઉન્ડ એકેટ કરવાની તૈયારીમાં છે.


Google NewsGoogle News