રામ મંદિરની સુરક્ષા માટે ઈઝરાયલની એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તહેનાત, જાણો તેની ખાસિયતો
પહેલીવાર ઉત્તર પ્રદેશ પોલીસ આવી એન્ટી ડ્રોન ટેક્નોલોજી ખરીદી
Anti-Drone Systems: ઉત્તર પ્રદેશમાં કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓની સુરક્ષા માટે ઈઝરાયેલ દ્વારા નિર્મિત એન્ટી-ડ્રોન સિસ્ટમ ટૂંક સમયમાં લગાવવામાં આવી શકે છે. જેમાં અયોધ્યાનું રામ મંદિર પણ સામેલ છે. અહેવાલ અનુસાર, પોલીસે એન્ટી-ડ્રોન સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને એવી અપેક્ષા છે કે આ સિસ્ટમ ટૂંક સમયમાં પોલીસ દળ દ્વારા ઉપયોગમાં લેવાતી નવી તકનીકોનો એક ભાગ બની જશે.
એન્ટી-ડ્રોન સિસ્ટમની કેવી રીતે પસંદ કરવામાં આવી હતી?
અહેવાલ અનુસાર, ઈઝરાયલમાં નિર્મિત એન્ટી ડ્રોન સિસ્ટમના ટ્રાયલ બાદ પસંદ કરવામાં આવી છે. આ સિસ્ટમ માત્ર 3-5 કિલોમીટરની ત્રિજ્યામાં દુશ્મનના કોઈપણ ડ્રોનને ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરવાની ક્ષમતા પણ ધરાવે છે. પહેલીવાર ઉત્તર પ્રદેશ પોલીસ આવી એન્ટી ડ્રોન ટેક્નોલોજી ખરીદી છે. પોલીસ 10 જેટલા એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદ્યા.એક અધિકારીએ જણાવ્યું હતું કે,'આ લખનઉ, વારાણસી અને મથુરા જેવા શહેરોમાં અને જરૂરિયાતના આધારે સંવેદનશીલ સ્થળો પર તહેનાત કરવામાં આવશે.'
તાજેતરમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન અને અન્ય પ્રસંગોએ આવી એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે તેમને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અને અન્ય સુરક્ષા દળો પાસેથી ઉધાર લીધા હતા.
એન્ટિ-ડ્રોન સિસ્ટમ શું છે?
એન્ટિ-ડ્રોન સિસ્ટમ માનવરહિત હવાઈ ઉપકરણોને રોકવા માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી છે. જે રેડિયો ફ્રિક્વન્સી દ્વારા દુશ્મનના ડ્રોનને ઓળ કરી લે છે અને સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ ગતિવિધિની માહિતી મોકલે છે અને દુશ્મનોની નાપાક ગતિવિધિઓની માહિતી મળતા, સુરક્ષા અધિકારીઓ સતર્કતાથી પગલાં લે છે.