Get The App

ISISના ટેરર પ્લાનનો ખુલાસો, અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા આતંકવાદી હુમાલનું હતું કાવતરું

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
ISISના ટેરર પ્લાનનો ખુલાસો, અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા આતંકવાદી હુમાલનું હતું કાવતરું 1 - image


Image Source: Twitter

- ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા

અમદાવાદ, તા. 23 નવેમ્બર 2023, ગુરૂવાર

આતંકવાદી સંગઠન ISIS (ISIS, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સીરિયા)ના મોટા ટેરર પ્લાનનો ખુલાસો થયો છે. ISISના ધરપકડ કરાયેલ એક આતંકવાદીના કબૂલનામાથી ખુલાસો થયો છે કે, તેમનું ષડયંત્ર દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી હુમલો કરવાનું હતું. ISISના નિશાન પર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર હતા. તેમનું ષડયંત્ર અહીં બે મોટા બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું. આ ઉપરાંત મુંબઈના નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર પણ ISISનું મોટા આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર હતું. એટલું જ નહીં, ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા.

ISISના એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ જણાવ્યું કે, ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓની નિયમિતપણે રેકી કરવામાં આવી હતી અને ત્યાંની તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવતી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ જણાઈ છે અને તેઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

ISISનો ધરપકડ કરાયેલ આતંકવાદીનું નામ શાહનવાઝ આલમ છે. તે ISISનો ઓપરેટિવ છે. શ્હનવાઝે જણાવ્યું કે, તેની પત્ની એક હિન્દુ હતી. જેને તેણે ઈસ્લામ ધર્મ કબૂલ કરાવીને મુસ્લિમ બનાવી હતી. બંનેની મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ ગઈ હતી. શાહનવાઝે જણાવ્યું કે, તેણે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે હઝારીબાગમાં લગભગ 7-8 ગુનાહિત ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો. 


Google NewsGoogle News