ISISનું ગુજરાતના 4 મોટા શહેરોમાં 26/11 જેવા મોટા બ્લાસ્ટનું કાવતરું, આતંકીઓએ કર્યા ખુલાસા

આ આતંકવાદીઓ કેટલાય દિવસોથી વિવિધ સ્થળે રેકી કરી હતી

એક આતંકીની પત્નીનું ગુજરાત સાથે કનેક્શન સામે આવ્યું

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
ISISનું ગુજરાતના 4 મોટા શહેરોમાં 26/11 જેવા મોટા બ્લાસ્ટનું કાવતરું, આતંકીઓએ કર્યા ખુલાસા 1 - image


ISI Conspiracy : ગઈકાલે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ (Delhi Police Special Cell Arrested 3 ISIS Terrorists) કરી હતી. આ ત્રણેય આતંકવાદીની પૂછપરછ કરતા મોટા ખુલાસા (Big revelation of terrorists) થયા હતા જેમાં તેઓ ગુજરાતના ચાર મોટા શહેરોમાં 26/11 જેવા મોટા હુમલાની ફિરાકમાં હતા. આ ઉપરાંત દેશના વિવિધ સ્થળો પણ તેમના નિશાના પર હતા.

ગુજરાત સહિત દેશના 18 સ્થળો નિશાન પર હતા

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકીઓ પાસેથી ઘણા મહત્વના ખુલાસા થયા છે. આ ત્રણેયમાં મુખ્ય આરોપી શાહનવાઝે તેના સહયોગીઓ સાથે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારત તેમજ ગુજરાત સહિત 18 સ્થળો તેના નિશાન પર હતા. આ માટે આતંકવાદીઓએ ગુજરાતમાં સુરત, વડોદરા અને ગાંધીનગરના મંદિરો, રાજ્યના ભીડભાડવાળા વિસ્તારો સહિતની જગ્યાઓ પર રેકી કરી હતી. આ આતંકવાદીઓને સરહદ પારથી બોમ્બ બ્લાસ્ટ કરીને તબાહી કરવાની સૂચનાઓ (There were instructions to devastate by bomb blasting) હતી. ISના આ પુણે મોડ્યુલમાં યુવાનોની ભરતી કરવામાં આવી રહી હતી અને તેમને વિસ્ફોટકો તૈયાર કરવા અને બ્લાસ્ટ કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી.

26/11 કરતા પણ મોટા હુમલાનો પ્લાન હતો 

આતંકવાદીઓના નિશાના પર દેશના મોટા મંદિરો અને પ્રસિદ્ધ સ્થળો નિશાના પર હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મુંબઈમાં મરીન ડ્રાઈવ સ્થિત ચાબડ હાઉસ અને અયોધ્યા જેવા રામ મંદિર પણ નિશાના પર હતું. આ ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ 26/11 કરતા પણ મોટા હુમલાની ફિરાકમાં હતા. ત્રણેય આતંકવાદીઓ ભાગેડુ ફરતુલ્લા ગૌરી, ગુજરાતના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતા, જેઓ પાકિસ્તાની ગુપ્તચર ISIના રક્ષણ હેઠળ છે.

આતંકીની પત્નીનું ગુજરાત સાથેનું કનેક્શન નીકળ્યું 

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે જે ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ઘણા ખુલાસા થયા હતા. આ ઝડપાયેલા આતંકવાદીમાંથી શાહનવાઝની પત્ની ગુજરાતી  હોવાનો પણ ખુલાસો થયો હતો. સુત્રોમાંથી મળતી વિગત મુજબ આતંકીની પત્નીનું નામ બસંતી પટેલ જાણવા મળ્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદી શાહનવાઝની પત્ની પર 3 લાખ રુપિયાનું ઈનામ હતું અને તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યુ હતું.


Google NewsGoogle News