ખાલિસ્તાની આતંકી પન્નુને ભારતમાં આતંક ફેલાવવા ISIએ 60,000 ડૉલર આપ્યાનો દાવો, પંજાબમાં એલર્ટ

આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં ISIના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો કરાયો

તાજેતરમાં જ આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવણી આપી હતી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ખાલિસ્તાની આતંકી પન્નુને ભારતમાં આતંક ફેલાવવા ISIએ 60,000 ડૉલર આપ્યાનો દાવો, પંજાબમાં એલર્ટ 1 - image


khalistan Related News | પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ (Khalistani terrorist Gurpatwant Singh Pannu) ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે 60 હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં ISIના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો કરાયો છે. 

ISI પન્નુને આપ્યા 50 લાખ 

ભારતીય કરન્સી અનુસાર આ રકમ 50 લાખ, 40 હજાર જેટલી થાય છે. ઈન્ટેલિજન્સ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે આતંકી પન્નુ હવે આ રકમથી ખાસ કરીને પંજાબમાં તેના સાગરીતોની મદદથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તાકમાં છે. આ મામલે સુરક્ષા એજન્સીએ તમામ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રની ઈન્ટેલિજન્સ એજન્સીને મોકલી દીધા છે. 

પંજાબ એરપોર્ટ પર સુરક્ષા વધારાઈ 

જોકે આ અહેવાલ સામે આવતા જ પોલીસે પંજાબ એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીઆઈએસએસ અને પંજાબ પોલીસના જવાનોએ ચારેકોરથી કબજામાં લઈ લીધો છે. શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવણી આપી હતી.

ખાલિસ્તાની આતંકી પન્નુને ભારતમાં આતંક ફેલાવવા ISIએ 60,000 ડૉલર આપ્યાનો દાવો, પંજાબમાં એલર્ટ 2 - image

  


Google NewsGoogle News