લંકાપતિ રાવણનો અંતિમ સંસ્કાર નહોતો થયો,આ ગુફામાં છે શબ
નવી દિલ્હી,તા. 18 જાન્યુઆરી 2024, ગુરુવાર
આજે પણ શ્રીલંકામાં રામાયણ સાથે સંબંધિત ઘણા ઐતિહાસિક સ્થળો અસ્તિત્વમાં છે, જે ભૂતકાળના રામાયણ કાળના ઇતિહાસની સાક્ષી આપે છે. એક રિસર્ચમાં શ્રીલંકામાં એવી 50 જગ્યાઓ શોધવાનો દાવો કરવામાં આવ્યો છે જે રામાયણ સાથે સંબંધિત છે.
શ્રીલંકાના રામાયણ રિસર્ચ સેન્ટર અને પર્યટન મંત્રાલયે મળીને રામાયણ કાળ સાથે જોડાયેલી એવી 50 જગ્યા શોધી છે, જેનું પુરાતાત્વિક અને ઐતિહાસિક મહત્ત્વ છે. હવે અહીંની સરકારની યોજના આ સ્થળોને પ્રવાસન તરીકે વિકસિત કરવાની છે.
આ શોધ શ્રીલંકાના ઇન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પર્યટન મંત્રાલયે સંયુક્ત રીતે કરી છે. જે પ્રમાણે રાવણનો મૃતદેહ ગુફામાં રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે શ્રીલંકા રૈગલાના જંગલોની વચ્ચે હાજર છે.
જાણીએ આ ગુફા વિશે...
ભગવાન શ્રી રામ અને લંકાના શાસક રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રામના હાથે રાવણનો વધ થયો હતો અને એ પણ જાણીતું છે કે, રાવણના અંતિમ સંસ્કાર માટે તેનો દેહ રાવણના ભાઈ વિભીષણને સોંપવામાં આવ્યો હતો. .
ધાર્મિક માન્યતા પ્રમાણે લંકાના શાસક રાવણના મૃતદેહને વિભીષણને સોંપ્યા પછી રાવણના અંતિમ સંસ્કાર થયા હતા કે કેમ તે કદાચ કોઈ જાણતું નથી. પરંતૂ એ પણ કહેવાય છેકે, રાજગાદી મેળવવાની ઉતાવળમાં વિભીષણે રાવણના શબને એમજ એ સ્થિતિમાં ત્યાં છોડી દીધો હતો.
એવુ પણ કહેવાય છેકે, રાવણના શબને નાગકુલના લોકો ત્યાંથી પોતાની સાથે લઇને ચાલ્યા ગયા હતા, તેમનું માનવુ હતુ કે, રાવણની મોત ક્ષણિક છે અને તે ફરીથી જીવતો થઇ જશે, પરંતૂ એવુ બન્યુ નહીં.
રાવણનો મૃતદેહ શ્રીલંકા રૈગલાના જંગલોની વચ્ચે 8 હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત છે, જ્યાં રાવણની ગુફા છે, જ્યાં તે તપસ્યા કરતા હતા.આ જગ્યા પર કોઇ મનુષ્ય જતો નથી કારણ કે ત્યાં ખતરનાક પ્રાણીઓ રહે છે.
રાવણે સીતા માતાને અંહી રાખ્યા હતા
અશોક વાટિકા એ સ્થાન છે જ્યાં રાવણે માતા સીતાને રાખ્યા હતા. આજે આ સ્થાન સેતા એલિયા તરીકે ઓળખાય છે, જે નુવરા એલિયા નામની જગ્યાની નજીક સ્થિત છે. અહીં સીતાનું મંદિર છે અને નજીકમાં જ એક ધોધ પણ છે. આ ધોધની આસપાસના ખડકો પર હનુમાનજીના પગના નિશાન પણ જોવા મળે છે.