ઠાકરે બંધુ ફરી થશે એકજૂટ? જાણો કઈ વાતથી મળ્યાં સંકેત, મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા છંછેડાઈ
Maharashtra Politics: મહારાષ્ટ્રનું રાજકારણ સતત નવા-નવા ઝાટકા અને અચંબા આપી રહ્યુ છે. હવે હાલમાં જ એક પારિવારિક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની એન્ટ્રીથી પરિવારનો ઝઘડો દૂર થવાના સંકેત મળ્યા છે. આ કાર્યક્રમમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે પણ પહોંચ્યા હતા. જો કે, બંને નેતાઓએ આ અંગે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી.
રવિવારે રાજ ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મિ ઠાકરેના ભત્રીજા શૌનક પાટણકરના લગ્નમાં ગયા હતા. આ સાથે જ અટકળો શરૂ થઈ હતી કે બંને ભાઈઓ રાજકીય ક્ષેત્રે હાથ મિલાવશે. બાંદ્રા વેસ્ટમાં તાજ લેન્ડ એન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં ઘણા મોટા રાજકારણીઓએ હાજરી આપી હતી. એવી ચર્ચાઓ છે કે રાજ અને ઉદ્ધવ તેમના મતભેદો ભૂલીને આગામી ચૂંટણી માટે એકજૂટ થઈ ટક્કર આપી શકે છે.
બંને પક્ષ સમાધાન કરી શકે
બંને પક્ષના કાર્યકર્તાઓ સમાધાનનો આગ્રહ કરી રહ્યા છે. ઘણા લોકો માને છે કે બંને નેતાઓના એક થવાથી મરાઠી મતો એક થશે. લગ્ન સમારોહમાં રાજના આગમનને ઉદ્ધવ ઠાકરે તરફથી રજૂ કરવામાં આવેલા શાંતિ પ્રસ્તાવના સ્વીકાર તરીકે લોકો જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સાંસદ સાથે જ જાતિ આધારિત ભેદભાવ, પૂજારીએ મંદિરના ગર્ભગૃહમાં જતા અટકાવતાં હોબાળો
બંને નેતા લગ્ન પ્રસંગમાં મળ્યા ન હતાં.
શૌનકના પિતા શ્રીધર પાતંકરે જણાવ્યું હતું કે, રાજ ઠાકરે તેમના દિકરાને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. તેઓ પારિવારિક સંબંધો સાચવવા માટે આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને અલગ-અલગ સમય પર આશીર્વાદ આપ્યા પહોંચ્યા હોવાથી, તે બંનેની મુલાકાત થઈ ન હતી.
શું છે મતભેદો?
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમારંભ દરમિયાન રાજ ઠાકરે પત્ની રશ્મિ અને તેમની માતાને મળ્યા હતાં. જો કે આદિત્ય ઠાકરે સાથે મુલાકાત થઈ શકી નથી. રાજકીય નિષ્ણાતો કહે છે કે શિવસેના, UBT અને MNS વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ મરાઠી મતોના વિભાજનનું કારણ બની રહી છે. રાજ અને ઉદ્ધવ 2006માં આંતરિક વિવાદને કારણે અલગ થઈ ગયા હતા. રાજે MNSની રચના કરી. તે જ સમયે ઉદ્ધવને અવિભાજિત શિવસેનાની કમાન મળી હતી.
મનસેના સૂત્રોએ સંકેત આપ્યા છે કે રાજ અને ઉદ્ધવ વચ્ચે મતભેદ છે. વર્ષ 2019માં, MNSએ વરલી સીટ પર આદિત્ય ઠાકરે સામે ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજે આ નિર્ણય ઠાકરે પરિવારના સભ્યના ચૂંટણી ડેબ્યૂના સન્માનમાં લીધો હતો. જો કે, જ્યારે રાજના પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે ઉદ્ધવની પાર્ટીએ મહેશ સાવંતને તેમની સામે મેદાનમાં ઉતાર્યા હતા.