Get The App

ભાજપ સાથે દરેક મુદ્દે 'ભાવ-તાલ'થી કંટાળ્યા શિંદે, સરકારમાં 'યોગ્ય' ભાગીદારી ન મળતાં ખફા!

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
Eknath Shinde


Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બન્યા બાદ રાજકારણમાં ડ્રામા વધ્યો છે. દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર અને એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા ન હતા. તેમની ગેરહાજરીના કારણે મોટા મંત્રાલયો પર મતભેદ સહિત મંત્રીમંડળના ખાતાની ફાળવણી સહિત વિવિધ અટકળો વહેતી થઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શિવસેના પ્રમુખના કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, શિંદે બુધવારે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત ન હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ નેતા જગત પ્રકાશ નડ્ડા ઉપરાંત અજિત પવાર સામેલ થયા હતા. શિંદે પણ બેઠકમાં સામેલ થવાના હતા. પરંતુ બાદમાં તે ઉપસ્થિત રહ્યા ન હતા.

શિંદે વિભાગની ફાળવણી મુદ્દે નારાજ?

મહાયુતિના અમુક ખાસ સભ્યો પાસેથી જાણવા મળ્યું છે કે, શિંદેની પાસે શહેરી વિકાસ વિભાગ સિવાય કોઈ મોટું મંત્રાલય સોંપવામાં આવ્યું નથી, જ્યારે શિંદેએ મહેસૂલ, જાહેર બાંધકામ, MSRDC, આવાસ અને ઉદ્યોગોમાં રુચિ દર્શાવી હતી. પરંતુ ભાજપે આ માગ સ્વીકારી નથી.

આ પણ વાંચોઃ ભાજપ નેતાની હેવાનિયત, 4 વર્ષ સુધી યુવતીને પીંખી નાખી, ભાંડો ફૂટતાં જ ફરાર, પાર્ટીએ છેડો ફાડ્યો!

શિંદેએ દરેક બાબતમાં સમાધાન કર્યું

ભાજપે મંત્રી મંડળની પસંદગી કરતી વખતે શરત મૂકી હતી કે, પાછલી સરકારમાં જે નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ મૂકાયા હતા, તેમની પસંદગી આ વખતે કરવામાં આવશે નહીં. શિંદેના એક અંગત વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ પ્રક્રિયામાં શિંદે સાથે થયેલા વ્યવહારથી શિવસેના નારાજ છે. તેમને દરેક વસ્તુમાં સમાધાન કરવું પડ્યું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હોવા છતાં સત્તામાં તેમને યોગ્ય હિસ્સો આપવામાં આવ્યો નથી.

કોના ખાતામાં શું?

રાજ્ય સરકારના કેબિનેટ વિસ્તરણમાં ભાજપના 22, શિવસેનાના 11 અને એનસીપીના 10 નેતાઓને સ્થાન મળશે। મહારાષ્ટ્રમાં મહત્તમ 43 મંત્રી બનશે. જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે. 14 ડિસેમ્બરે તેઓ કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી શકે છે. જેમાં શિવસેનાને શહેરી વિકાસ આપવામાં આવી શકે છે. જ્યારે સરકારમાં ચારથી પાંચ મંત્રી પદ ખાલી રાખવામાં આવશે.

ભાજપ સાથે દરેક મુદ્દે 'ભાવ-તાલ'થી કંટાળ્યા શિંદે, સરકારમાં 'યોગ્ય' ભાગીદારી ન મળતાં ખફા! 2 - image


Google NewsGoogle News