Get The App

સોમનાથ, દ્વારકા, પોરબંદર ફરવાનો મોકો: ભારતીય રેલવે આપી રહ્યું છે સાત દિવસનું ટૂર પેકેજ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
સોમનાથ, દ્વારકા, પોરબંદર ફરવાનો મોકો: ભારતીય રેલવે આપી રહ્યું છે સાત દિવસનું ટૂર પેકેજ 1 - image


IRCTC Tour Package : ગુજરાતમાં ફરવા માટે IRCTC દ્વારા એક શાનદાર ટૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમને અમદાવાદ, ભાવનગર, દ્વારકા, કેવડિયા, પોરબંદર, સોમનાથ, વડોદરાની મુલાકાત લેવાની તક મળશે. તો આવો જાણીએ આ પેકેજની વિગતો અને તેના માટે કેટલો ખર્ચ આવશે.

પ્રવાસની વિગતો જાણો

IRCTCના આ ટૂર પેકેજનું નામ VIBRANT GUJARAT WITH STATUE OF UNITY છે. આ પેકેજમાં તમારા રહેવાની ખાવાની ફરવાની પણ વ્યવસ્થા હશે. આ પેકેજ તમે કેવી રીતે બુક કરાવી શકો છો અને તેની કિંમત કેટલી હશે તે જાણીએ. 

આ પણ વાંચો : અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' એ મચાવી ધૂમ, એડવાન્સ બુકિંગના મામલે RRR અને જવાનનો તોડ્યો રેકોર્ડ

કેટલા દિવસનો છે પ્રવાસ 

આ ટ્રિપ પેકેજ 7 રાત અને 8 દિવસનું હશે. અને આ પ્રવાસની શરુઆત બેંગલુરુથી થશે.



ક્યાં ક્યા ફરવાનો મોકો મળશે

આ પેકેજમાં તમને અમદાવાદ, ભાવનગર, દ્વારકા, કેવડિયા, પોરબંદર, સોમનાથ, વડોદરામાં ફરવાની તક મળશે.

પેકેજ બુક કરવા માટે કેટલો ખર્ચ થશે?

જો તમે સિંગલ ઑક્યુપન્સી માટે ટિકિટ બુક કરો છો, તો તેનો ખર્ચ 52,950 રૂપિયા, ડબલ ઑક્યુપન્સી માટે 40,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને ટ્રિપલ ઑક્યુપન્સી માટે 39,400 રૂપિયાનો ખર્ચ થશે. તેમજ જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક આવે છે, તો તેનો ખર્ચ 36,100 રૂપિયા થશે. જો તમે 5થી 11 વર્ષના બાળક માટે બેડ નથી ખરીદતા તો તેની કિંમત 32,950 રૂપિયા થશે. એજ રીતે જો 2થી 4 વર્ષનું બાળક આ ટ્રિપ પર જાય છે, તો તમારે પેકેજ માટે 25,100 રૂપિયા ચૂકવવાના રહેશે. 

પેકેજ કેન્સલ કરવાની પોલિસી 

જો તમે ટ્રિપની શરુઆતના 21 દિવસ પહેલાં ટિકિટ કેન્સલ કરાવો છો, તો પેકેજ ભાડામાંથી 30 ટકા કાપવામાં આવશે. જો પેકેજ શરુ થવાના 15થી 21 દિવસ પહેલાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 55 ટકા કાપવામાં આવશે. જો પેકેજ શરુ થવાના 08થી 14 દિવસ પહેલાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 80 ટકા રકમ કાપવામાં આવશે. જો તમે ટ્રિપની શરુઆતના 8 દિવસ પહેલાં પેકેજ બુક કરાવો છો, તો તમને એક રૂપિયો પણ નહીં મળે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ, એકનું મોત, અનેકને ઈજા


પેકેજની શરુઆત ક્યારે થશે ?

આ પ્રવાસ 14મી ડિસેમ્બરથી શરુ થશે.

કોઈપણ જાતની મદદ માટે તમે આ નંબર પર કોલ અથવા વોટ્સએપ કરી શકો છો

8595931293

8595931294

8595931292

8595931291


Google NewsGoogle News