રેલવે મુસાફરો માટે ખુશખબરઃ ભારત ગૌરવ ટ્રેનમાં કરો દક્ષિણ ભારતનો પ્રવાસ, રૂ. 1185ના EMI પર ભાડું

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Bharat Gaurav South India Tour

Image Twitter 

IRCTC Bharat Gaurav South India Tour:  IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા સમયાંતરે વિવિધ પ્રવાસ યાત્રા ચલાવવામાં આવે છે. આ વખતે 'ભારત ગૌરવ દક્ષિણ ભારત પ્રવાસ' અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા યાત્રાળુઓને ગોરખપુર રેલવે સ્ટેશનથી દક્ષિણ ભારતની યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રામાં રામેશ્વરમ-મીનાક્ષી મંદિર (મદુરાઈ)-કન્યાકુમારી-તિરુપતિ બાલાજી અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ યાત્રા 13 જુલાઈ 2024 થી 25 જુલાઈ 2024 સુધીની રહેશે, એટલે કે 12 રાત અને 13 દિવસનો પ્રવાસ કરાવવામાં આવશે.

આ પ્રવાસના મુખ્ય આકર્ષણો

આ પ્રવાસ દરમિયાન યાત્રાળુઓને રામેશ્વરમ, મીનાક્ષી મંદિર (મદુરાઈ), કન્યાકુમારી, તિરુપતિ બાલાજી અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સુધીનો પ્રવાસ કરાવવામાં આવશે. શ્રેણી અનુસાર કુલ બર્થની સંખ્યા 767 છે. જેમાં 02 એસી (કુલ 49 સીટ), 03 એસી (કુલ 70 સીટ) અને સ્લીપર (કુલ 648 સીટ) ઉપલબ્ધ હશે.

આ યાત્રામાં પ્રવાસીઓ માટે ટ્રેનમાં ચઢવા/ ઉતરવા માટેના સ્ટેશનોમાં ગોરખપુર-કપ્તાનગંજ-થાવે-સિવાન-છાપરા-બનારસ-પ્રયાગરાજ-પ્રતાપગઢ-રાયબરેલી-લખનૌઉ-કાનપુર-ઓરાઈ-વીરાંગના લક્ષ્મીબાઈ-લલિતપુર અને બીના સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પેકેજમાં 02 એસી, 03 એસી અને સ્લીપર ક્લાસની મુસાફરી, નાસ્તો, બપોરનું તેમજ રાત્રીનુ શાકાહારી ભોજન તેમજ સ્થાનિક જોવાલાયક પ્રવાસ સ્થળો પર રોડ માર્ગે જવા માટે એસી/નોન એસી બસોની સુવિધા આપવામાં આવશે. 

આ પ્રવાસમાં કેટલું હશે ભાડું ?

ઈકોનોમી ક્લાસ

ઈકોનોમી ક્લાસ એટલે કે સ્લીપર ક્લાસના પેકેજની વાત કરીએ તો તેની કિંમત રુપિયા 24,450/- પ્રતિ વ્યક્તિ અને બાળક દીઠ (5-11 વર્ષ) રુ. 23000/- છે. આમાં સ્લીપર ક્લાસ ટ્રેનની મુસાફરી, ડબલ/ટ્રિપલ ધોરણે નોન-એસી હોટલમાં રોકાણ, નોન-એસી હોટેલ રૂમમાં મલ્ટી શેરિંગ રીતે નહાવા- ધોવા અને ચેંજ કરવા નોન એસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

સ્ટાન્ડર્ડ ક્લાસ 

સ્ટાન્ડર્ડ ક્લાસ  એટલે કે 3AC ના પૅકેજની વાત કરીએ તો તેની કિંમત રૂ. 40,850/- પ્રતિ વ્યક્તિ છે અને બાળક દીઠ (5-11 વર્ષ) પેકેજની કિંમત રૂ. 39,150/- છે. જેમાં 3 એસી ક્લાસ ટ્રેનની મુસાફરી, ડબલ/ટ્રિપલ પર એસી હોટલમાં રોકાણની વ્યવસ્થા, નોન-એસી હોટેલ રૂમમાં ડબલ/ ટ્રિપલમાં નહાવા- ધોવા અને ચેંજ કરવા નોન એસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

કમ્ફર્ટ ક્લાસ 

કમ્ફર્ટ ક્લાસ એટલે કે 2AC ક્લાસના ભાડાની વાત કરીએ તો તેમાં વ્યક્તિ દીઠ પેકેજ રૂ. 54,200/- છે, અને બાળક દીઠ (5-11 વર્ષ) 52,150/- છે. જેમાં 2AC વર્ગની ટ્રેનની મુસાફરી, ડબલ/ટ્રિપલ પર એસી હોટલમાં રહેવાની સુવિધા, એસી હોટલના રુમમાં ડબલ/ટ્રિપલમાં નહાવા-ધોવા અને અને ચેંજ કરવા એસી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા રહેશે. 

આ રીતે બુક કરાવો બુક

આ સંદર્ભમાં, IRCTC ઉત્તરીય ક્ષેત્રના મુખ્ય પ્રાદેશિક પ્રબંધક, અજીત કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, આ ટૂર પેકેજમાં LTC અને EMI સુવિધા (રૂ.1185/- પ્રતિ મહિનાથી શરૂ થાય છે) પણ ઉપલબ્ધ છે. EMIની સુવિધા  IRCTC પોર્ટલ પર ઉપલબ્ધ સરકારી તેમજ બિન-સરકારી બેંકોમાંથી લઈ શકાય છે.

આ અંગે વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, આ પેકેજનું બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પ્રવાસના બુકિંગ માટે પર્યતન ભવન, ગોમતી નગર, લખનૌઉ ખાતે આવેલી IRCTC ઓફિસમાં અને IRCTC વેબસાઇટ www.irctctourism.com પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાય છે.

આ ટૂરનો પેકેજ કોડ NZBG-40 છે, વધુ માહિતી અને બુકિંગ માટે અહીં આપેલા મોબાઇલ નંબરો પર સંપર્ક કરી શકો છો.

લખનૌઉ- 9506890926 / 8708785824 / 8445137807 / 7988676189 / 8287930913.


Google NewsGoogle News