ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનથી કરો 8 જ્યોતિર્લિંગના દર્શન, 21 હજારની છે ટિકિટ, જાણો તમામ ડિટેઈલ્સ

ભારતીય રેલવે દ્વારા શિવ ભક્તો માટે આઈઆઈસીટીસી ટુર પેકેજ દ્વારા 8 જ્યોતિલિંગો અને શેરડીના દર્શન કરવાનો શાનદાર ટુર પેકેજ લઈને આવ્યુ છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનથી કરો 8 જ્યોતિર્લિંગના દર્શન, 21 હજારની છે ટિકિટ, જાણો તમામ ડિટેઈલ્સ 1 - image
Image Twitter

તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર 

Bharat Gaurav Train: ભારતીય રેલવે દ્વારા શિવ ભક્તો માટે આઈઆઈસીટીસી ટુર પેકેજ દ્વારા 8 જ્યોતિલિંગો અને શેરડીના દર્શન કરવાનો શાનદાર ટુર પેકેજ લઈને આવ્યુ છે. આવો સંપુર્ણ માહિતી મેળવીએ આ પેકેજ વિશે.

IRCTC Jyotirlinga Yatra Tour: આઈઆરસીટીસીના 8 જ્યોતિલિંગ અને શિરડીના દર્શન માટે ભારત ગૌરવ શિરડી અને 8 જ્યોતિલંગ યાત્રા એક્સ પુર્ણિમા કોર્ટ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમે દેશના વિવિધ સ્થાનોંમાં આવેલા 8 જ્યોતિલિંગના દર્શન કરી શકશો.

આ  યાત્રા 25 નવેમ્બર 2023 થી થશે. તેમજ આ ટુર 7 ડિસેમ્બરે સમાપ્ત થશે

આ યાત્રામાં એક 13 દિવસ અને 13 દિવસનું ટુરનું પેકેજ છે. જેની શરુઆત 25 નવેમ્બર 2023 થી થશે. તેમજ આ ટુર 7 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ પેકેજમાં તમારે ભારત ગૌરવ ટ્રેન દ્વારા દેશના ઘણા શહેરોમાંથી ટ્રેનમાં બોર્ડિંગ અને ડીબોર્ડિંગ કરવાની સુવિધા મળી રહેશે. 

આ પેકેજમાં તમારે ઉજ્જૈનના ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર, સોમનાથમાં સોમનાથ જ્યોતિલિંગ, દ્વારકાના દ્વારકાધીશ જ્યોતિલિંગ અને નાગેશ્વર જ્યોતિલિંગ, શિરડીના સાઈબાબા મંદિર, શનિ શિંગણાપુર, ધૃષ્ણેશ્વર જ્યોતિલિંગ, ભીમાશંકર જ્યોતિલિંગ, નાસિકના ત્ર્યંબકેશ્વર અને વારાણસીની કાશી વિશ્વનાથ જ્યોતિલિંગના દર્શન કરવાનો મોકો મળશે.

પેકેજને કુલ બે કેટેગરીમાં એટલે કે Economy અને Standard એવી રીતે બે ભાગમાં વહેચવામાં આવી છે

આ પેકેજને કુલ બે કેટેગરીમાં એટલે કે Economy અને Standard એવી રીતે બે ભાગમાં વહેચવામાં આવ્યા છે. Economyમાં તમારે સ્લીપર કોચમાં યાત્રા કરવાની રહેશે. જ્યારે Standardમાં 3 એસીમાં યાત્રા કરવા મળશે.

એજ રીતે પેકેજ પ્રમાણે તમારે એસી અને નોન એસી રુમમાં રોકાવાની સુવિધા મળશે. દરેક યાત્રાળુંને યાત્રા કરવા માટે બસની સુવિધા પણ આપવામાં આવશે. દરેક ભક્તોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. સવારે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપવામાં આવશે. 

જો તમારે Economy ક્લાસમાં યાત્રા કરવી હોય તો પ્રતિ વ્યક્તિ 21,251 રુપિયા ચાર્જ આપવો પડશે, અને જો તમારે Standard ક્લાસમાં યાત્રા કરવી હોય તો તમારે પ્રતિ વ્યક્તિ તમારે 33,251 રુપિયા ચાર્જ આપવો પડશે. 

ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનથી કરો 8 જ્યોતિર્લિંગના દર્શન, 21 હજારની છે ટિકિટ, જાણો તમામ ડિટેઈલ્સ 2 - image



Google NewsGoogle News