પરિવાર સાથે રાજસ્થાનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTCનું આ પેકેજ બુક કરાવો, સસ્તામાં મળશે સુવિધા

રંગીલા રાજસ્થાન માટે IRCTC સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે

રાજસ્થાનના જયપુર, જેસલમેર, પુષ્કર, જોધપુર, ઉદયપુરની સફર કરવાનો મોકો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
પરિવાર સાથે રાજસ્થાનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTCનું આ પેકેજ બુક કરાવો, સસ્તામાં મળશે સુવિધા 1 - image
Image Twitter 

તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર 

Rajasthan Tour Package: આજના સમય લોકો ફરવા માટે સારી જગ્યા શોધતા હોય છે. જેમા દેશમાં રાજસ્થાન એક એવુ રાજ્ય છે કે લોકો ફરવાનું વધારે પસંદ કરે છે. આવા રંગીલા રાજસ્થાન માટે IRCTC સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. આજે અમે આ પેકેજ વિશે વિસ્તૃતમાં માહિતી આપીશું. રાજસ્થાન માટેના આ ટુર પેકેજ દેખો અપના દેશ પ્રોગ્રામ હેઠળ IRCTC રાજસ્થાનના સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે. તેની શરુઆત પશ્ચિમ બંગાળના કોલકતાથી કરવામાં આવશે. 

આ પેકેજ દ્વારા તમને શિયાળામાં રાજસ્થાનના કેટલીક પ્રખ્યાત જગ્યાઓ જેવી કે જયપુર, જેસલમેર, પુષ્કર, જોધપુર, ઉદયપુરની સફર કરવાનો મોકો મળશે.

આ પેકેજનું નામ છે રોયલ રાજસ્થાન, જે પુરા 8 દિવસ અને 7 રાત્રી માટેનું છે. આ ટુરની શરુઆત 21 જાન્યુઆરીથી થશે. તેમજ  28 જાન્યુઆરીના રોજ આ પ્રવાસ પુરો થશે.

રોયલ રાજસ્થાનની આ ટુર પેકેજ એક હવાઈ યાત્રા પેકેજ છે. જેમા તમને કોલકતાથી જયપુર અને પછી ઉદયપુરથી કોલકતા ફ્લાઈટથી જવાનુ રહેશે અને આવવા જવાની ટિકિટની સુવિધા મળી રહેશે.

આ પેકેજમાં તમારે એક એક રાત્રી જયપુર, જેસલમેર, પુષ્કર, જોધપુર, ઉદયપુરમાં હોટલમાં રોકાવા માટેની સુવિધા મળશે. સવારે તમને બ્રેકફાસ્ટ અને ડિનર મળશે. લંચની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. Sam Desert માં એક દિવસ ટેન્ટમાં રોકાવાની સુવિધા મળશે. 

દરેક યાત્રાળુંનો ટ્રાવેલ્સ ઈન્શ્યોરેન્સની સુવિધા મળી રહેશે. આ પેકેજમાં પ્રતિ વ્યક્તિ 54,800 રુપિયાનું ચાર્જ આપવાનો રહેશે. જ્યારે બે લોકોના ડબલ ઓક્યુપેંસી માટે 45,100 રુપિયા અને ત્રણ લોકોના ટ્રિપલ ઓક્યૂપેંસી પર પ્રતિ વ્યક્તિ 42,100 રુપિયા ચાર્જ આપવાનો રહેશે. 


Google NewsGoogle News