Get The App

IRCTCએ ખાનગી ટ્રેનોના મોડા આવવા પર વળતર આપવાનું કર્યું બંધ, RTIમાં મોટો ખુલાસો

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
IRCTCએ ખાનગી ટ્રેનોના મોડા આવવા પર વળતર આપવાનું કર્યું બંધ, RTIમાં મોટો ખુલાસો 1 - image


IRCTC has Stopped Paying Compensation : IRCTCએ ખાનગી ટ્રેનોના મોડા પડવા પર મુસાફરોને વળતર આપવાની યોજના બંધ કરી દીધી છે. માહિતી અધિકાર (RTI) હેઠળ આ વાતનો ખુલાસો થયો છે. IRCTCએ ગોપનીયતાનો મુદ્દો હોવાનું કહીને આ નિર્ણયનું કારણ જણાવ્યું નથી.

આ પણ વાંચો:  જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના! સેનાનું વાહન 350 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાન શહીદ

IRCTC શું છે?

હાલમાં જ સમાચાર એજન્સી PTI દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ માહિતી સામે  આવી છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ની રેલ્વે મંત્રાલય દ્વારા રેલ્વેની સંપૂર્ણ કેટરિંગ અને પ્રવાસન પ્રવૃત્તિઓનું સંચાલન કરવાના મૂળભૂત ઉદ્દેશ્ય સાથે સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં તે ટિકિટ બુકિંગ અને ખાનગી ટ્રેનોનું સંચાલન પણ કરે છે.

આટલું વળતર ચૂકવી દીધું છે

IRCTC અનુસાર આ યોજના હેઠળ 4 ઓક્ટોબર, 2019 થી આ વર્ષે 16 ફેબ્રુઆરી સુધી મુસાફરોને વળતર તરીકે 26 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. માત્ર 2023-24માં જ મુસાફરોને 15.65 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.

યોજના 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંધ કરાઈ

IRCTCએ  RTIના જવાબમાં જણાવ્યું હતું કે, ખાનગી ટ્રેનોને મોડા પડવાના અથવા મોડી પડવાના કિસ્સામાં વળતર ચૂકવવાની યોજના 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંધ કરવામાં આવી હતી. IRCTCએ ગોપનીયતા નીતિને ટાંકીને આ સ્કીમ બંધ કરવાનું કારણ આપવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો:  મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, 8 મહિલા સહિત 10 ઘૂસણખોર બાંગ્લાદેશીની કરી ધરપકડ

એટલા માટે અમલમાં મૂકવામાં આવી હતી યોજના 

મળતી માહિતી  પ્રમાણે મુસાફરોને વળતર ચૂકવવા પાછળનું કારણ આ ટ્રેનો તરફ મુસાફરોને આકર્ષવાનું હતું, જે માર્કેટિંગ પ્રવૃત્તિઓનો એક ભાગ હતો.


Google NewsGoogle News