યાત્રીગણ ધ્યાન દે! IRCTC એકાઉન્ટમાંથી દોસ્તની ટિકિટ બુક કરી તો થઇ જશે જેલ?
Image:Freepik
IRCTC : ભારતીય રેલ્વે દ્વારા દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે, અને આમાંની મોટાભાગની ટ્રેન ટિકિટો આજે IRCTC વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અથવા તૃતીય પક્ષ સાઇટ દ્વારા ઑનલાઇન બુક કરવામાં આવે છે. પરંતુ શું તમે તમારા IRCTC એકાઉન્ટથી બીજા કોઈની ટ્રેન ટિકિટ બુક કરી શકો છો?
હાલમાં જ સોશિયલ મીડિયા પર આવા સમાચાર ફરતા થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે તમારા પર્સનલ એકાઉન્ટમાંથી કોઈ અન્યની ટ્રેન ટિકિટ બુક કરાવો છો તો તમને જેલની સજા પણ થઈ શકે છે. પણ શું આ ખરેખર સાચું છે?
ટ્રેન ટિકિટ બુકિંગ સંબંધિત આ મહત્વપૂર્ણ નિયમો
રેલવેએ એક નોંધ શેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, IRCTC સાઇટ પરથી ટિકિટ બુકિંગ રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર છે. આ નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પોતાના પર્સનલ યુઝર આઈડીથી મિત્રો, પરિવાર કે સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવી શકે છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો કે જો તમે તમારા મિત્રો માટે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો તો તમે જેલમાં જઈ શકો છો તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે.
જો કોઈ યુઝરે પોતાનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કર્યું છે, તો તે દર મહિને 24 ટિકિટ બુક કરી શકે છે, જ્યારે આધાર સાથે જોડાયેલા એકાઉન્ટ્સ દ્વારા તમે દર મહિને 12 ટિકિટ બુક કરી શકો છો.
રેલવેના નિયમો શું કહે છે?
રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, વ્યક્તિના અંગત ખાતામાંથી લીધેલી ટ્રેનની ટિકિટને કોમર્શિયલી વેચી શકાય નહીં. રેલવે અધિનિયમ, 1989ની કલમ 143 મુજબ, વ્યક્તિગત ખાતામાંથી બુક કરેલી ટિકિટ વેચી શકાતી નથી, આ માટે કડક સજાની જોગવાઈ પણ છે.