Get The App

IOCLમાં 1700થી વધારે એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તક, જાણો કઈ રીતે કરશો અરજી

લાયકાત ધરાવતા ઉમેદવારો આજ રાત સુધીમાં અધિકૃત વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે

ભરતી પરીક્ષા આગામી 3 ડિસેમ્બર 2023થી આયોજીત કરવામાં આવશે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
IOCLમાં 1700થી વધારે એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તક, જાણો કઈ રીતે કરશો અરજી 1 - image
Image Social Media

તા. 20 નવેમ્બર 2023, સોમવાર 

IOCL Recruitment:ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં આજે એટલે કે 20 નવેમ્બરના રોજ રિફાઈનરી ડિવીઝન હેઠળ ટ્રેડ એપ્રેન્ટિસની ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આજ રાત સુધી કંપનીની અધિકૃત વેબસાઈટ iocl.com પર જઈ પોતાની અરજી સબમિટ કરી શકે છે.

ક્યારે છે પરીક્ષા

આ ભરતી અભિયાન ગુવાહાટી, બરોની, ગુજરાત, હલ્દિયા, મથુરા, પીઆરપીસી, પાનીપત, ડિંગબોઈ, બોગાઈગાંવ અને પારાદીપમાંથી કુલ 1720 ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવાની છે. ભરતી પરીક્ષા આગામી 3 ડિસેમ્બર 2023થી આયોજીત કરવામાં આવશે. તે માટે એડમિટ કાર્ડ 27 નવેમ્બર સુધી જાહેર કરી દેવામાં આવશે. જેની વધુ માહિતી તેની અધિકૃત વેબસાઈટ પર જોવા મળશે. 

અરજી કેવી રીતે કરશો

અધિકૃત વેબસાઈટ iocl.com પર જાઓ

તેમા કરિયર > એપ્રેન્ટિસ માટે ઈન્ડિયન ઓઈલ પર જાઓ

હવે એપ્રેન્ટિસની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની લિંક પર ક્લિક કરો

તાલીમ માટે અનુશાસનની પસંદગી કરો અને આગળ વધી ક્લિક કરો.

તમારુ રજીસ્ટ્રેશન કરો, ફોર્મ ભરો, દસ્તાવેજ એપલોડ કરો અને સબમિટ કરો

સબમિટ કરેલા ફોર્મને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કરાવી લો. 



Google NewsGoogle News