Get The App

છેલ્લા 10 વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા કેટલી વધી? જાણો સંસદમાં મંત્રીનો ચોંકાવનારો જવાબ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
છેલ્લા 10 વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા કેટલી વધી? જાણો સંસદમાં મંત્રીનો ચોંકાવનારો જવાબ 1 - image


2014-2024 Internet Users: દેશમાં મોબાઈલ કનેક્શન, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્ર શેખરે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું છે.

લોકસભાના સભ્ય કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે, છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં કેટલો વધારો થયો છે. તે ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ એક્સેસમાં શું વધારો થયો છે. લોકસભાના સભ્યએ એમ પણ પૂછ્યું કે આ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)કેટલું વધ્યું છે.

રાજ્યમંત્રીએ આ જવાબ આપ્યો

કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીને જવાબ આપતાં સંદેશાવ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે,  31.03.2014 સુધી ટેલિફોન કનેક્શન 93.3 કરોડ હતા, જ્યારે 31.03.2024 સુધીમાં તેમની સંખ્યા વધીને 119.87 કરોડ થઈ હતી. અને આ સમયગાળા દરમિયાન કુલ વૃદ્ધિ દર 28.48 ટકા રહ્યો હતો. આ ડેટા TRAIના 2014 થી 2024 સુધીના ટેલિકોમ સર્વિસ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સ પરના ત્રિમાસિક રિપોર્ટમાંથી લેવામાં આવ્યો છે.

10 વર્ષમાં આટલા વધ્યા મોબાઈલ કનેક્શન 

આ ઉપરાંત મોબાઈલ કનેક્શન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તા. 31.03.2014 સુધી દેશમાં મોબાઈલ કનેક્શનની સંખ્યા 90.45 કરોડ હતી, જે 31.03.2024 સુધી વધીને 116.59 કરોડ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન 28.90 ટકા વિકાસ દર રહ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે તા. 31.03.2014 સુધી ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શન 25.16 કરોડ હતું, જે વધીને 31.03.2024 સુધી 95.44 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન વિકાસ દર 279.33 ટકા રહ્યો હતો. આ સાથે 31.03.2014 સુધી બ્રોડબેન્ડ સબસ્ક્રિપ્શન 6.09 કરોડ હતું, જે 31.03.2024ના રોજ 92.41 કરોડ હતું, એટલે કે છેલ્લા 10 વર્ષમાં વૃદ્ધિ દર 1417.41 કરોડ રહ્યો છે.

આ ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના સૌથી મોટા પ્રાપ્તકર્તાઓમાંથી એક છે. ટેલિકોમ સેક્ટરે 2014-24 દરમિયાન US$ 12 બિલિયનની સરખામણીમાં 2014-24ના સમયગાળામાં US$25-16 બિલિયનનું FDI મેળવ્યું છે.


Google NewsGoogle News