Get The App

આ રાજ્યમાં બે દિવસ સુધી 5 કલાક બંધ રહેશે ઈન્ટરનેટ સેવા, જાણો રાજ્ય સરકારે કેમ લીધો આવો નિર્ણય

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
આ રાજ્યમાં બે દિવસ સુધી 5 કલાક બંધ રહેશે ઈન્ટરનેટ સેવા, જાણો રાજ્ય સરકારે કેમ લીધો આવો નિર્ણય 1 - image


Internet service closed In Jharkhand: ઝારખંડ જનરલ ગ્રેજ્યુએટ લેવલ કમ્બાઈન્ડ કમ્પેટિટિવ પરીક્ષા (JGGLCCE)ને ધ્યાનમાં રાખી શનિવારે અને રવિવારે રાજ્યભરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પાંચ કલાકથી વધુ સમય સુધી પ્રતિબંધ રહેશે. એક ઓફિશિયલ નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું કે, પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડને રોકવા માટે શનિવારે સવારે 8:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ રહેશે અને રવિવારે પણ આ પ્રતિબંધ ચાલું રહેશે. મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, મેં પરીક્ષાની તૈયારીઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે. 

CMએ કહ્યું બેદરકારી સહન કરવામાં નહીં આવશે

તેમણે કહ્યું કે, કોઈ પણ પરિસ્થિતિમાં બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જો કોઈ પણ પરીક્ષા દરમિયાન ભૂલથી પણ કંઈક ખોટું કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જેએસએસસીના એક અધિકારીએ જણાવ્યું કે, ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન 823 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરશે જેમાં લગભગ 6.39 ઉમેદવારોના સામેલ થવાની આશા છે. 

હેમંત સોરેને પરીક્ષા આપનાર ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા સાઈટ X પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે. તેમણે X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, હમણાં જ વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આવતીકાલથી આયોજિત થનારી JSSCCGLપરીક્ષાની તૈયારીઓ અંગે માહિતી લીધી અને તેમને જરૂરી માર્ગદર્શિકા આપી. કોઈ પણ પરિસ્થિતિમાંથી કોઈ પમ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવશે. તમામ ઉમેદવારોને મારી શુભકામનાઓ.

ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એ છે કે પરીક્ષા દરમિયાન ઉમેદવારોને મેસેજિંગ અથવા ચેટ દ્વારા પેપર પ્રદાન ન થાય. સામાન્ય રીતે પેપર લીક સાથે સંકળાયેલા લોકો પરીક્ષા પહેલા પેપર વોટ્સએપ અથવા અન્ય મેસેજિંગ એપ્સ દ્વારા સર્ક્યુલેટ કરવાનો પ્રયાસ કરે છે. આના દ્વારા હેમંત સરકારનો એ પ્રયાસ એ જ છે કે, પેપરના પરિણામ પર કોઈ પણ પ્રકારના સવાલ ન ઉઠે.

શું ઝારખંડમાં ફોન કોલ પર પણ રહેશે પ્રતિબંધ?

ઝારખંડના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 21-22 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી ફિક્સ્ડ ટેલિફોન લાઈન પર આધારિત વોઇસ કોલ્સ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ચાલુ રહી શકે છે. આ આદેશના ઉલ્લંઘન બદલ ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 223 અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News