ઈન્ટરનેટ મીડિયા ઈન્ફ્લૂએન્સર ચૂંટણી પ્રચારના નવા સિતારા, રાજકીય પાર્ટી અને નેતાઓ કરી રહ્યા છે હાયર
ભારતમાં હાલ કરોડો લોકો પાસે મોબાઈલ છે અને દરેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે
જેથી નેતાઓ પણ ચૂંટણીમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે
Election Campaign: આંકડાઓ અનુસાર, ભારતમાં સરેરાશ દરેક નાગરિક અઠવાડિયામાં 17 કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે. સ્થિતિ એવી છે કે સોશિયલ મીડિયાના ઉપયોગના મામલે ભારતીયોએ ચીન અને અમેરિકાને પાછળ છોડી દીધા છે. ભારતમાં કુલ 56 કરોડ ઈન્ટરનેટ યુઝર છે. તેમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે અને તે યુવાનોમાં મોટા ભાગના પ્રથમ વખત મતદાન કરનાર નાગરિકો છે. આથી હવે નેતાઓ પણ ચૂંટણીમાં પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે.
નેતાઓ લાખો ખર્ચ કરવા માટે પણ તૈયાર
તમને Facebook અને Twitter પર પૂછવામાં આવે છે કે તમારા વિસ્તાર માટે શ્રેષ્ઠ ઉમેદવાર કોણ હોઈ શકે છે. વાસ્તવમાં, આ બધું કામ ઈન્ટરનેટ મીડિયા ઇન્ફલુએન્સર દ્વારા કરવામાં આવે છે, જેની હાલ ભારે માંગ છે. રાજકીય પક્ષોથી લઈને રાજકારણીઓ આ દિવસોમાં તેમને જ શોધી રહ્યા છે. તેમને પાર્ટીની બેઠકમાં બોલાવવામાં આવી રહ્યા છે. આ માટે નેતાઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર છે. આથી જ પબ્લિક રિલેશન કંપનીઓ વર્તમાન સમયમાં ઈન્ટરનેટ મીડિયાનું જ્ઞાન ઘરાવતા લોકોને પાર્ટ ટાઈમ નોકરી પર રાખે છે.
સોશિયલ મીડિયા પર પકડ મેળવવાનો પ્રયાસ
નેતાઓ પણ સમજી ગયા છે કે જો તેઓ ચૂંટણીમાં ઈન્ટરનેટ મીડિયાની બહાર રહેશે તો મેદાનની બહાર પણ થઈ શકે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં કરોડો લોકો પાસે મોબાઈલ ફોન છે અને એટલી જ સંખ્યામાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. અહીં ઈન્ટરનેટ પણ સસ્તું થઈ ગયું છે. આથી સ્થાનિક સ્તરે જ તેનો ઉપયોગ કરવાથી ઉમેદવારોના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ઇન્ફલુએન્સર તેમના ફોલોઅર્સ પ્રમાણે પૈસા લેતા હોય છે.
સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર
ઇન્ટરનેટ મીડિયા પર પાંચ હજારથી એક લાખ ફોલોઅર્સ ધરાવતા લોકોની ડિમાન્ડ વધુ છે. પાંચથી 25 હજાર ફોલોઅર્સ ધરાવતા લોકોને સ્થાનિક સ્તરના મુદ્દાઓને હાઇલાઇટ કરવા માટે રાખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે હવે ફેસબુક અને વોટ્સએપ પર આ પ્રકારનું અભિયાન ચલાવી શકાય છે, પરંતુ મતદારોને ખબર નથી કે તેની પાછળની હકીકત શું છે. કન્ટેન્ટને નેતાના મતવિસ્તાર સુધી મર્યાદિત રાખવા માટે, આથી કન્ટેન્ટ પિન કોડ અનુસાર બજારમાં ફેલાવવામાં આવે છે.