Get The App

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 1 - image


International Mountain Day 2024: દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પર્વતોના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેમના સંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ આપણને એક તક આપે છે કે આપણે પર્વતોના મહત્ત્વને સમજીએ અને તેમને બચાવવા માટે કામ કરીએ. ત્યારે આવો સમજીએ કે પર્વતો આપણા માટે કેમ મહત્ત્વના છે અને તેને કેવી રીતે બચાવી શકાય.

મળતી માહિતી પ્રમાણે, વર્ષે 2003માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દર વર્ષની 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ હતી. જેનો ઉદ્દેશ્ય લોકોમાં પર્વતોના મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા ફેલાવવાવો છે.

પર્વતોનું મહત્ત્વ: આપણે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસે જ આપણા ગ્રહના સૌથી ઊંચા અને શક્તિશાળી ભાગો એવા પર્વતોને યાદ કરીએ છીએ. પર્વતો માત્ર ભૂગોળનો એક ભાગ નથી, પરંતુ તે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેઓ આપણને પાણી પૂરું પાડે છે, જૈવવિવિધતાનું ઘર છે અને આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. 

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 2 - image

જીવનનો સ્ત્રોત એટલે પર્વતો: પર્વતો પૃથ્વીની લગભગ 27% જમીનને આવરી લે છે. તે વિશ્વની સૌથી વધુ જૈવવિવિધતા ધરાવતા વિસ્તારોમાંના એક છે. ઘણી દુર્લભ અને અનોખી પ્રજાતિઓ માત્ર પર્વતોમાં જ જોવા મળે છે. તેઓ અંદાજિત અડધા માનવજાતને શુદ્ધ પાણી પણ પ્રદાન કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પર્વતોને પૃથ્વીના પાણીના ટાંકા કહેવાય છે. કારણ કે તેઓ બરફ અને હિમનદીઓના રૂપમાં પાણીને સંગ્રહિત કરે છે અને નદીઓને જન્મ આપે છે. આ નદીઓ આપણને પીવાનું પાણી, સિંચાઈ માટે પાણી અને વીજળી પેદા કરવા માટે પાણી પૂરું પાડે છે.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 3 - image

પર્યાવરણનું સંતુલન રાખે છે: પર્વતો આપણા પર્યાવરણના સંતુલન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે વિવિધ પ્રકારના વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર છે. ઘણા દુર્લભ અને અનોખા પ્રાણીઓ માત્ર પર્વતોમાં જ જોવા મળે છે. પર્વતો આપણને ઓક્સિજન પૂરું પાડે છે અને હવાને શુદ્ધ પણ રાખે છે. આ સાથે તે વરસાદને નિયંત્રિત કરે છે અને જમીનના ધોવાણને રોકે છે.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 4 - image

સંસ્કૃતિનો અભિન્ન ભાગ અને આજીવિકા: પર્વતો આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. ઘણી સંસ્કૃતિઓમાં પર્વતોને પૂજવામાં આવે છે અને તેમને પવિત્ર માનવામાં આવે છે. પર્વતો આપણી કલા, સાહિત્ય અને સંગીતમાં પણ પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. લાખો લોકો પર્વતીય વિસ્તારોમાં રહે છે અને તેમની આજીવિકા પર્વતો પર આધારિત છે.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 5 - image

આજે પર્વતો ખતરામાં છે: પર્વતો આબોહવા પરિવર્તનની અસરોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. હિમનદીઓ પીગળી રહી છે, જંગલો નાશ પામી રહ્યા છે, જૈવવિવિધતા ઘટી રહી છે અને પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકોને પાણી અને ખોરાકની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જંગલોનું નિકંદન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી માનવીય પ્રવૃત્તિઓથી હાલ પર્વતો ખતરામાં છે, અને તેના કારણે પર્વતોનું સંતુલન ખોરવાઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 6 - image

આપણે શું કરી શકીએ?: આપણે સૌ સાથે મળીને પર્વતોને બચાવી શકીએ છીએ અને આવનારી પેઢી માટે એક સુંદર અને સ્વસ્થ ગ્રહ બનાવી શકીએ છીએ. પર્વતોની સફાઈ કરી, વધુ વૃક્ષો વાવી, પાણીનો બચાવ કરી, કચરો ઓછો કરી અને પ્રદૂષણમાં ઘટાડો કરીને પણ પર્વતોની રક્ષા કરી શકીએ. આ સાથે આપણે પર્વતોની સુંદરતા અને મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી શકીએ.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ: પૃથ્વી પરના સૌથી ઊંચા ભાગો પર છે 'પર્વત' જેટલો મોટો ખતરો 7 - image


Google NewsGoogle News