બજેટને સરળ ભાષામાં સમજવું છે? તો જાણી લો આ શબ્દોનો સાચો અર્થ

1 ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સિતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
બજેટને સરળ ભાષામાં સમજવું છે? તો જાણી લો આ શબ્દોનો સાચો અર્થ 1 - image
Image Twitter 

દેશમાં દર વર્ષે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ તેમા એવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને સામાન્ય લોકોને સમજવું અઘરુ થઈ પડે છે.  આ વર્ષે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા 1 ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સિતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. એટલે આવો બજેટમાં વપરાતા કેટલાક શબ્દોનો અર્થ સમજીએ. 

GDP

GDP (ગ્રૉસ ડોમેસ્ટિક પ્રૉડક્ટ)ને જીડીપીને 'સકલ ઘરેલુ ઉત્પાદન' કહેવામાં આવે છે. આ એક વર્ષના સમયગાળાની અંદર દેશમાં ઉત્પાદિત થતી તમામ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય છે. સામાન્ય રીતે દેશની જીડીપી માપવા માટે એક વર્ષનો સમયગાળો ઉપયોગમાં લેવામાં આવે છે. 

Fiscal Deficit (રાજકોષીય ખાધ)

સરકાર જો પોતાની કમાણીથી વધારે ખર્ચ કરી નાખે છે. એટલે કે કમાણી ઓછી અને વધારે ખર્ચની વચ્ચે જે અંતર આવે છે, તેને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે.  

વર્તમાન સમયમાં ભારતમાં લોકોની કુલ આવકની વાત કરવામાં આવે, તો નાણાકીય વર્ષ 2023માં લોકોની કુલ આવક લગભગ 22.04 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે કુલ ખર્ચની વાત કરીએ, તો તે 39.4 લાખ કરોડ છે. આવી સ્થિતિમાં આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને ફિસ્કલ ડેફિસિટ અથવા રાજકોષીય ખાદ્ય કહેવામાં આવે છે

Direct Tax

ડાયરેક્ટ ટેક્સ તમારી કમાણી પર લગાવવામાં આવે છે. જેમા વ્યક્તિ અથવા કંપની આવકવેરા વિભાગને સીધો કર ચૂકવે છે. આ કરમાં આવકવેરો, વાસ્તવિક મિલકતવેરો, વ્યક્તિગત મિલકતવેરાનો સમાવેશ થાય છે, જેમા કરદાતા સરકારને સીધો ચૂકવે છે. આ ટેક્સ ચૂકવ્યા પછી ટીડીએસ અને અન્ય કેસમાં રિફંડ આપવું પડતું હોય છે.

Indirect Tax 

અપ્રત્યક્ષ (પરોક્ષ) કર વસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદન પર વસૂલવામાં આવે છે અને તે સીધો વ્યક્તિની આવક પર વસૂલવામાં આવતો નથી. નાગરિકો દ્વારા ઈનડાયરેક્ટ લેવામાં આવે છે. પરોક્ષ કરના ઉદાહરણોમાં વેચાણ કર, મનોરંજન કર, આબકારી ફરજ વગેરેનો સમાવેશ થાય છે. 

Fiscal Policy 

આમાં ભારત સરકારને એ નક્કી કરવામાં મદદ મળે છે, જેમાં આર્થિક ગતિવિધિઓમાં કેટલા પૈસા ખર્ચ કરવા જોઈએ અને તેમાંથી કેટલા પૈસા રાજસ્વને અર્પિત કરવા જોઈએ. એટલે કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ. 

Capital Expenditure

આમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી સંપત્તિઓ ખરીદવા માટે પૈસાનો ખર્ચ કરે છે. જેથી અર્થતંત્રને સપોર્ટ મળતો રહે. એટલે કે મૂડીનો ખર્ચ લાંબા ગાળાની મિલકતો જેમ કે મિલકત, પ્લાન્ટ અને ઉપકરણો મેળવવા અથવા સુધારવા માટે ખર્ચ કરવામાં આવે છે. 

Revenue Deficit (મહેસૂલ ખાધ)

મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત મહેસૂલી ખાધ તરીકે ઓળખાય છે. તે સરકારના વર્તમાન ખર્ચ સામે વર્તમાન આવકમાંના ઘટાડાને દર્શાવે છે. મહેસૂલી ઘટ ત્યારે થાય છે જ્યારે સરકાર ટેક્સ અને અન્ય સ્ત્રોતોમાંથી જેટલા પૈસા કમાણી કરે છે તેમાંથી દેશ માટે કરવામાં આવતાં ખર્ચની રકમ ઓછી હોય છે. 


Google NewsGoogle News