Get The App

યાત્રી ટ્રેનોના 40 હજાર કોચ વંદે ભારત જેવા અપગ્રેડ કરાશે, ત્રણ નવી રેલવે કોરિડોર પણ બનશે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
યાત્રી ટ્રેનોના 40 હજાર કોચ  વંદે ભારત જેવા અપગ્રેડ કરાશે, ત્રણ નવી રેલવે કોરિડોર પણ બનશે 1 - image


Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. લગભગ એક જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કરી લીધો હોય તેવું દેખાયું છે. 

ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરાઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. બજેટ ભાષણ પૂરું થયા બાદ હવે ગૃહની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. નાણામંત્રીએ આ બજેટમાં ટ્રાન્સપોર્ટ અને રેલવે માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર સામાન્ય ટ્રેનોના કોચ બદલીને વંદે ભારત જેવા બનાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત મેટ્રો અને નમો રેલને અન્ય શહેરોમાં પણ શરુ કરવામાં આવશે. 

રેલવે માટે મોટી જાહેરાત 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી સંસદમાં પ્રથમ વખત અને કુલ છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "યાત્રીઓની સલામતી, સુવિધા અને આરામ માટે 40,000 સામાન્ય રેલવે કોચને વંદેભારત ટ્રેનના કોચની જેમ અપગ્રેડ કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ નવા રેલ કોરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે, આ કોરિડોરની ઓળખ પીએમ ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ કોરિડોરથી ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. આ ઉપરાંત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પણ ચાલી રહ્યું છે જે દેશનો વિકાસ દર વધારવામાં પણ મદદ કરશે. 

યાત્રી ટ્રેનોના 40 હજાર કોચ  વંદે ભારત જેવા અપગ્રેડ કરાશે, ત્રણ નવી રેલવે કોરિડોર પણ બનશે 2 - image


Google NewsGoogle News