Get The App

2014માં મોદી સહિત ગુજરાતમાંથી ચૂંટાયેલા ત્રણ સાંસદ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે

ગાંધીનગર સાબરકાંઠા અને સુરત અને વડોદરા બેઠકે પીએમ આપ્યા

2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત વડોદરા બેઠક પર વિજેતા થયા હતા

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
2014માં મોદી સહિત ગુજરાતમાંથી ચૂંટાયેલા ત્રણ સાંસદ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે 1 - image


નવી દિલ્હી, 26 એપ્રિલ,2024, શુક્રવાર

એક સમયે ગુજરાતમાં સાંસદ તરીકે ચુંટાયેલા 3 સાંસદો વડાપ્રધાન બનવામાં સફળ રહ્યા છે. ગાંધીનગરની બેઠક પરથી અટલબિહારી વાજપેયી ૧૯૯૬માં ચુંટાઇને પછી વડાપ્રધાન બન્યા હતા. સૂરતની બેઠક પર પાંચ વખત ચુંટાયેલા મોરારજી દેસાઇ ઇન્દેરા ગાંધીની કટોકટી પછીના રાજકીય માહોલમાં ૧૯૭૭માં યોજાયેલી લોકસભા ચૂંટણી પછી જનતા સરકારના વડાપ્રધાન બનવાની તક મળી હતી.

2014માં મોદી સહિત ગુજરાતમાંથી ચૂંટાયેલા ત્રણ સાંસદ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે 2 - image

જો કે એ જાણીને નવાઇ લાગશે કે સાબરકાંઠાની બેઠક પરથી ચુંટાતા ગુલઝારી લાલ નંદા સતત બે વખત ટૂંકા ગાળા માટે વડાપ્રધાન પદ સંભાળવાનો અનુભવ ધરાવે છે. જો કે બંને વખતે તેમને રખેવાળ સરકાર ચલાવી હતી.

ગાંધીનગરની બેઠક પરથી પાંચ ટર્મથી ચુંટાયેલા લાલ કૃષ્ણ અડવાણી ભલે ભાજપ પક્ષના વડાપ્રધાન નથી બની શકયા પરંતુ વાજપેયીની એન ડી એ સરકારમાં તે ઉપ વડાપ્રધાનનો મોભો ધરાવતા હતા અને વાજપેયીની સરકારમાં તેમના ઘણા માન સન્માન અને પહોંચ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં વડોદરા અને વારાણસી બે બેઠક પર સાંસદ તરીકે વિજેતા બન્યા હતા. મુખ્યમંત્રીમાંથી પીએમ બન્યા પછી મોદીએ વડોદરા બેઠક પરથી રાજીનામું આપીને વારાણસીની બેઠક પર સંસદસભ્ય તરીકે જાળવી રાખી હતી. 

 2014માં મોદી સહિત ગુજરાતમાંથી ચૂંટાયેલા ત્રણ સાંસદ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે 3 - image

ગુજરાતના સાંસદો જે વડાપ્રધાન પણ બન્યા હતા 

સાંસદનું નામ          મત વિસ્તાર   વડાપ્રધાનનો કાર્યકાળ 

ગુલઝારીલાલ નંદા    સાબરકાંઠા      પહેલી મે 1964થી જૂન 1964  અને  11 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 1966

મોરારજી દેસાઇ     સુરત    1977થી 1978

નરેન્દ્ર મોદી                   વડોદરા            2014થી વર્તમાન સુધી 


Google NewsGoogle News