Get The App

ભાષાને લગતો વિવાદ, બસ કંડક્ટર સાથે મારપીટ કરતાં બે રાજ્યો વચ્ચેની બસ સેવા ઠપ

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
ભાષાને લગતો વિવાદ, બસ કંડક્ટર સાથે મારપીટ કરતાં બે રાજ્યો વચ્ચેની બસ સેવા ઠપ 1 - image


Image: Facebook

Language Dispute: કર્ણાટકના બેલગાવીમાં સન્ના બાલેકુંદરી નજીક કન્નડ બોલવા માટે કેએસઆરટીસી બસ કન્ડક્ટર પર હુમલાથી કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર તણાવ વધી ગયો છે. પરિણામે બંને રાજ્યોની વચ્ચે બસ સેવાઓ સસ્પેન્ડ કરી દેવાઈ છે. કોલ્હાપુર સહિત અમુક વિસ્તારોમાં શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકર્તાઓએ કર્ણાટકની બસો રોકી દીધી અને વિરોધ પ્રદર્શન કર્યું.

ઉપદ્રવીઓએ કથિત રીતે બસ પર ભગવો બાંધી દીધો અને કાળી શાહીથી તેની પર 'જય મહારાષ્ટ્ર' લખી દીધું. આ ઘટનાઓના કારણે કર્ણાટકે મહારાષ્ટ્ર માટે તમામ બસ સેવાઓ સસ્પેન્ડ કરી દીધી છે. પરિવહન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી કે નિપ્પની, ચિક્કોડી અને બેલગાવીના માર્ગે કોલ્હાપુર જતી તમામ કેએસઆરટીસી બસોને રોકી દેવાઈ છે.

મહારાષ્ટ્ર-કર્ણાટકની વચ્ચે દરરોજ ચાલે છે 120 બસ

સામાન્ય રીતે બંને રાજ્યોની વચ્ચે દરરોજ 120 બસ ચાલે છે. સ્થિતિના આધારે આગળના નિર્ણય લેવાશે. આ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રથી કર્ણાટક માટે બસો પણ સસ્પેન્ડ કરી દેવાઈ છે. કન્નડ સમર્થક કાર્યકર્તાઓએ કથિત રીતે ચિત્રદુર્ગમાં શુક્રવારે રાત્રે લગભગ 9.10 વાગે બેંગ્લુરુથી મુંબઈ જતી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની એક બસ પર હુમલો કર્યો.

કન્નડ સમર્થક કાર્યકર્તાઓએ બસ ડ્રાઈવરની સાથે મારામારી કરી અને તેના ચહેરા પર શાહી લગાવી. મહારાષ્ટ્ર અને કર્ણાટક બંને રાજ્યોની સરકારોએ આવી ઘટનાઓ પર એકબીજાથી સ્પષ્ટીકરણ માગ્યુ છે અને કહ્યું છે કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી બસ સેવાઓ સસ્પેન્ડ રહેશે. બસ સેવાઓ સસ્પેન્ડ રહેવાથી બંને રાજ્યોના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: મહાકુંભથી ઘરે જતા 6 શ્રદ્ધાળુઓ કાળને ભેટ્યાં, જબલપુરમાં કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી

બસ માત્ર કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ સુધી જ ચાલી રહી છે

વર્તમાનમાં બસ માત્ર કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ સુધી જ ચાલી રહી છે, જેનાથી મુસાફરોએ પોતાના સંબંધિત રાજ્યોથી આગળ જવા માટે બસ પકડવી પડી રહી છે. જનતા બંને રાજ્યોની સરકારોને હસ્તક્ષેપ કરવા અને મામલાને ઝડપથી ઉકેલવાનો આગ્રહ કરી રહી છે. કેએસઆરટીસી બસ કન્ડક્ટર પર હુમલાને લઈને એક સગીર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બસ ડ્રાઈવરે શુક્રવારે રાત્રે મરિહલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ

બસ ડ્રાઈવર દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર હુમલો બેલગાવી અને સુલેબાવીની વચ્ચે મુસાફરી કરી રહેલી બસમાં ટિકિટ વિવાદને લઈને થયો. બેલગાવી સિટી બસ સ્ટેન્ડ પર એક સગીર યુવક અને એક યુવતી બસમાં ચઢ્યા. યુવતીએ કંડક્ટર મહાદેવથી બે ટિકિટ માગી જેમાં એક યુવક માટે પણ સામેલ હતી. કર્ણાટકમાં મહિલાઓ માટે બસ મુસાફરી મફત છે. તેથી મહાદેવે એક મફત ટિકિટ આપી.

જોકે, જ્યારે મહાદેવે યુવતીને તેની સાથે મુસાફરી કરી રહેલા યુવકની ટિકિટ માટે કહ્યું, તો યુવતીએ યુવક તરફ ઈશારો કર્યો. બસ કંડક્ટરે મહાદેવે ત્યારે સમજાવ્યું કે મફત ટિકિટ માત્ર મહિલા મુસાફરો માટે છે અને કોઈ યુવક માટે મફત ટિકિટ આપવા પર મને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જવાબમાં યુવતીએ કથિતરીતે મહાદેવને મરાઠીમાં વાત કરવા અને ભાષા શીખવા પર જોર આપ્યું.

જ્યારે બસ સન્ના બાલેકુંદરી પહોંચી તો કથિત રીતે યુવતીથી જોડાયેલા લગભગ 20 લોકોએ કંડક્ટર પર હુમલો કરી દીધો. કર્ણાટક અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને અધિકારી ઘટનાક્રમ પર લગભગથી નજર રાખી રહ્યાં છે. કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની બસના કંડક્ટર પર હુમલાના જવાબમાં, કન્નડ સમર્થક કાર્યકર્તાઓએ ચિત્રદુર્ગમાં બેંગ્લુરુથી મુંબઈ જઈ રહેલી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની એક બસ પર હુમલો કર્યો, તેના ડ્રાઈવરની સાથે મારામારી કરી અને ચેહરા પર કાળી શાહી લગાવી દીધી.  


Google NewsGoogle News