Get The App

1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો 1 - image


Mumbai News: મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સરકારી વીમા કંપનીના કેશિયરને અમુક શખસોએ એક રૂપિયાની નોટને બદલે ભારે ઈનામ આપવાનું કહી છેતરપિંડી આચરી અને 10 લાખથી વધારે રૂપિયા પડાવી લીધા. 

શું હતી ઘટના?

પીડિત વીમા કંપનીના કેશિયરે આ વિશે માહિતી આપતા પોલીસને જણાવ્યું કે, મુંબઈમાં સાંતાક્રૂઝ પશ્ચિમી નિવાસી 45 વર્ષીય શખસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીમા કંપનીની ચર્ચગેટ બ્રાન્ચમાં કામ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, 23 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર રીલ જોતા સમયે મારી નજર એક જાહેરાત પર પડી. જાહેરાતમાં એક રૂપિયાની નોટ લાવનારને 4.53 લાખ રૂપિયાનું ઈનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમાં એક વોટ્સએપ નંબર પણ હતો. મેં વોટ્સએપ નંબર પર એક રૂપિયાની નોટનો ફોટો મોકલ્યો, ત્યારબાદ પંકજ સિંહ નામના વ્યક્તિએ મારો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું કે, તે સિક્કાની દુકાનમાં કામ કરે છે. ફોન કરનારા વ્યક્તિએ એક ફોર્મ ભરવાનું કહ્યું અને રજિસ્ટ્રેશન માટે 6160 રૂપિયા જમા કરાવ્યા. ફોન કરનારે વચન આપ્યું હતું કે, પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે.'

આ પણ વાંચોઃ યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો

10 લાખથી વધુની છેતરપિંડી

વધુમાં તેમણે જમાવ્યું કે, 'થોડીવાર બાદ ફરી ફોન આવ્યો અને પહેલાં આપેલી રકમ ખોટી છે અને 6107 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. ત્યારે પણ મને વચન આપવામાં આવ્યું કે, પહેલાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ પરત મળી જશે. ત્યારબાદ પંકજ સિંહે અન્ય એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી, જેણે પોતાનો પરિચય અરૂણ શર્માના રૂપે આપ્યો. તેણે એક રૂપિયાની નોટની બદલે ઈનામ જીતવા વિશે RBIનો એક પત્ર મોકલ્યો અને બાદમાં બંનેને વિવિધ વાતોમાં ફસાવીને કેશિયર પાસેથી 10.38 લાખ રૂપિયા વસુલી લીધા.'

આ પણ વાંચોઃ જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો

બાદમાં પીડિત કેશયરને પોતાની સાથે છેતરપિંડીનો અનુભવ થતાં, આરોપીએ કહ્યું કે, મને 6 લાખ રૂપિયા આપો અને ઈનામની રકમ 25.56 લાખ રૂપિયા થઈ શકે છે. બાદમાં પીડિતે પોલીસમાં IT એક્ટ હેઠળ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :