ઘાયલને દાખલ કરાવવાના બદલે પોલીસ 'જવાબદારી કોની' એ મુદ્દે બાખડી !

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ઘાયલને દાખલ કરાવવાના બદલે પોલીસ 'જવાબદારી કોની' એ મુદ્દે બાખડી ! 1 - image


- બેંગ્લુરુ પોલીસનું માનવતાવિહીન કૃત્ય

- વિડીયો વાઇરલ થતાં બેંગ્લુરુ પોલીસ કમિશ્નરે તપાસ માટેના આદેશ આપ્યા 

બેંગ્લુરુ : હમણા થોડા જ સમય પહેલા એક ડોક્ટરે દિલ્હી એરપોર્ટ પર તેની સમયસૂચકતાથી હાર્ટ એટેકના ભોગ બનેલા એક વૃદ્ધ નાગરિકનો જીવ બચાવ્યો હતો. હવે તેનાથી સાવ વિપરીત બેંગ્લુરુ પોલીસની બેદરકારી અને માનવતાવિહી અભિગનો વિડીયો સામનો સામે આવ્યો છે.

 બે પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ભેગો કરવાના બદલે આ જવાબદારી તારી છે તેવી ઉગ્ર ચર્ચા કરતાં જોવા મળી રહ્યા છે. 

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વિડીયોમાં બે પોલીસ કર્મચારી રસ્તા પર ઘાયલ પડેલી વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાના બદલે તે વાત પર ગરમાગરમ ચર્ચા કરતાં જોવા મળ્યાં કે આ મામલામાં કોની જવાબદારી બને છે. બંને પોલીસો એકબીજા સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી બાજુ વ્યક્તિ ઇજાથી કણસી રહ્યો હતો. 

ઉગ્ર ચર્ચા દરમિયાન બંને એકબીજાને તેમની જવાબદારીનું ભાન કરાવતા જોવા મળ્યા હતા. પણ બંનેમાંથી કોઈ એ જોતું ન હતું કે ઇજાગ્રસ્ત વ્યક્તિના શરીરમાંથી લોહી વહી રહ્યુ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવે. જો ઝડપથી તેમ નહીં કરાય તો તેનું મોત થશે. હવે આ વિડીયો વાઇરલ થયા પછી બેંગ્લુરુ પોલીસ કમિશ્નરે આ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી શરુ કરી છે. આમ એકબાજુએ મહિલા ડોક્ટર કશી જાણ ન હોવા છતાં અને ખબર ન હોવા છતાં સીપીઆર આપીને એક વ્યક્તિને જીવ બચાવે છે. બીજી બાજુએ આ બંને પોલીસ કર્મચારીઓ છે જે તેમની ફરજ હોવા છતાં તેમની આંખ સામે એક ઇજાગ્રસ્તને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. કદાચ તુમારશાહી આને જ કહેવાતી હશે.


Google NewsGoogle News