સમુદ્રનું 'ગૂગલ મેપ' ઈન્ડિયન નેવીમાં સામેલ, INS Sandhayak દરિયાઈ માર્ગોને બનાવશે સરળ

- INS Sandhayakના કમિશનિંગ સમારોહમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિશાખાપટ્ટનમ પહોંચ્યા

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
સમુદ્રનું 'ગૂગલ મેપ' ઈન્ડિયન નેવીમાં સામેલ, INS Sandhayak દરિયાઈ માર્ગોને બનાવશે સરળ 1 - image


Image Source: Twitter

વિશાખાપટ્ટનમ, તા. 03 ફેબ્રુઆરી 2024, શનિવાર

આજે વિશાખાપટ્ટનમમાં ઈન્ડિયન નેવીમાં INS Sandhayakને સામેલ કરવામાં આવ્યુ છે. ઈન્ડિયન નેવીના ચીફ એડમિરલ આર હરિ કુમારે વિશાખાપટ્ટનમમાં નેવી ડોકયાર્ડ ખાતે INS Sandhayakના કમિશનિંગ સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, નૌકાદળ ઉભરતા ભારતની સેવામાં સંતુલિત 'આત્મનિર્ભર બળ'ને સાવધાની પૂર્વક તૈયાર કરવા માટે સમર્પિત છે.

નેવી ચીફ કુમારે કહ્યું કે, અમે ઉભરતા ભારતની સેવામાં સાવધાનીપૂર્વક એક સંતુલિત 'આત્મનિર્ભર બળ' તૈયાર કરી રહ્યા છીએ.  INS Sandhayakના કમિશનિંગ સમારોહમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા ત્યાં તેમનું નેવી ચીફે સ્વાગત કર્યું હતું.

રક્ષામંત્રી રાજનાથ સિંહ થયા સામેલ

સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા નેવી ચીફે કહ્યું કે, INS Sandhayakના કમિશનિંગ સમારોહ માટે રક્ષામંત્રી અમારી વચ્ચે હોવું એ સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, Sandhayak જેનો શાબ્દિક અર્થ થાય છે 'વિશેષ શોધ કરનાર'. હકીકતમાં ચાર અત્યાધુનિક સર્વેક્ષણ જહાજોના વિશાળ વર્ગના પ્રથમ જહાજ માટે આ યોગ્ય નામ છે.તેમણે કહ્યું કે, આ યોજના આપણી સરકાર અને નેવી દ્વારા સમુદ્રમાં કામ કરવાની શ્રેષ્ઠ જરૂરિયાતના વધતા મહત્વને ઉજાગર કરે છે.

સમુદ્રમાં ગૂગલ મેપનું કામ કરશે Sandhayak

નેવી ચીફે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, સમુદ્રમાં નકશો અથવા ચાર્ટ કેટલો મહત્વપૂર્ણ છે. ગૂગલ મેપ અથવા સિરી જેવી કોઈ મોબાઈલ એપ્લિકેશન નથી જે આપણને આપણા ગંતવ્ય સુધી લઈ જાય. તેથી આપણે સંધાયક જેવા સર્વેક્ષણ જહાજો દ્વારા બનાવેલા ચાર્ટ અને નકશાની જરૂર છે જે માત્ર નેવીના જહાજો માટે જ નહીં પરંતુ વ્યાપારી જહાજો માટે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માર્ગને સંભવ અને સરળ બનાવે છે.

તેમણે જણાવ્યું કે, આ જહાજોની પ્રાથમિક ભૂમિકા બંદરો અને બંદરોના સંપૂર્ણ પાયે દરિયાઈ અને ઊંડા પાણીના હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણો કરવાનું રહેશે. આ ઉપરાંત આકસ્મિક સંજોગોમાં જહાજોનો હોસ્પિટલ જહાજો તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

મિશન SAGARનો કર્યો ઉલ્લેખ

નેવી ચીફે મિશન SAGAR માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણનો પણ ઉલ્લેખ કર્યો હતો. SAGARનો અર્થ ક્ષેત્રમાં તમામ લોકો માટે સુરક્ષા અને વિકાસ છે. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાનના SAGARના મોટા દ્રષ્ટિકોણના અનુસંધાનમાં જહાજ મહાસાગરોમાં મિત્રો અને ભાગીદારોને હાઈડ્રોગ્રાફિક સહાય પૂરી પાડશે.


Google NewsGoogle News