Get The App

દુષ્કર્મ સાબિત કરવા પ્રાઈવેટ પાર્ટ પર ઈજા જરૂરી નથી...', 40 વર્ષે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો -

Updated: Mar 10th, 2025

GS TEAM


Google News
Google News
દુષ્કર્મ સાબિત કરવા પ્રાઈવેટ પાર્ટ પર ઈજા જરૂરી નથી...', 40 વર્ષે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો  - 1 - image


Supreme Court On Rape Case: સુપ્રીમ કોર્ટે 40 વર્ષ જૂના દુષ્કર્મના કેસમાં ચુકાદો આપતા એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'દુષ્કર્મ સાબિત કરવા પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન હોવા જરૂરી નથી. તેના માટે અન્ય પુરાવાઓને પણ આધાર બનાવી શકાય છે.' એક ટ્યુશન શિક્ષક પર પોતાની જ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ હતો. શિક્ષકનું કહેવું હતું કે, 'પીડિતાના  પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના કોઈ નિશાન નથી અને તેથી દુષ્કર્મ સાબિત ન કરી શકાય. પીડિતાની માતાએ મારા પર ખોટો આરોપ લગાવ્યો છે.'

દુષ્કર્મ સાબિત કરવા પ્રાઈવેટ પાર્ટ પર ઈજા જરૂરી નથી

બંને જ દલીલોને ફગાવી દેતા જસ્ટિસ સંદીપ મહેતા અને પ્રસન્ના બી.ની બેન્ચે કહ્યું કે, 'મેડિકલ રિપોર્ટમાં કોઈ ઈજાના નિશાન નથી મળી આવ્યા. જોકે, તેના કારણે અન્ય પુરાવાઓને નજરઅંદાજ ન કરી શકાય.' જસ્ટિસ વરાલેએ કહ્યું કે, 'એવું જરૂરી નથી કે દુષ્કર્મના તમામ કેસમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન મળી જ આવે. કોઈપણ કેસ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. તેથી દુષ્કર્મના આરોપને સાબિત કરવા માટે પીડિતાના શરીર પર ઈજાના નિશાન જરૂરી ન ગણી શકાય.'

કેસને થ્રી ટાયર જુડિશલ સિસ્ટમમાંથી પસાર થવામાં 40 વર્ષનો સમય લાગ્યો

બીજી તરફ પીડિતાની માતા પર આરોપી દ્વારા લગાવવામાં આવેલા આરોપો અંગે બેન્ચે કહ્યું કે, આવા કેસમાં આ પ્રકારની બાબતોના મૂળમાં જવાનો કોઈ અર્થ નથી. અમને એવું કોઈ કારણ નથી મળ્યું કે, જેના કારણે માતા પોતાની દીકરીને પીડિત બનાવે અને શિક્ષકને ફસાવવા માટે ખોટો કેસ નોંધાવે. તેની માતાના પાત્ર સાથે કોઈ લેવા-દેવા નથી. તમને જણાવી દઈએ કે, આ કેસને થ્રી ટાયર જુડિશલ સિસ્ટમમાંથી પસાર થવામાં 40 વર્ષનો સમય લાગી ગયો. 

આ પણ વાંચો: ભાગેડું લલિત મોદીની હાલત ધોબીના કૂતરા જેવી.. પાસપોર્ટ રદ કરવા વનુઆતુના PMનો આદેશ

1984માં બની હતી આ ઘટના

આ ઘટના 1984માં બની હતી અને 1986માં જ ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી દીધો હતો. ત્યારબાદ આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયો. અહીં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સાચો જાહેર કરવામાં 26 વર્ષનો સમય લાગી ગયો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને યોગ્ય ઠેરવવામાં બીજા 15 વર્ષ લાગ્યા. આરોપ હતો કે, 19 માર્ચ 1984ના રોજ ટ્યૂશન શિક્ષકે અન્ય બે વિદ્યાર્થિનીઓને બહાર મોકલી દીધા બાદ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બે વિદ્યાર્થિનીઓએ દરવાજો ખખડાવ્યો પણ શિક્ષકે દરવાજો ન ખોલ્યો. ત્યારબાદ પીડિતાની દાદીએ આવીને તેને બચાવી હતી. જ્યારે છોકરીના પરિવારે FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી પક્ષના લોકોએ તેમને ધમકી આપી. તેમ છતાં થોડા દિવસો પછી FIR દાખલ કરવામાં આવી હતી.

Tags :