Get The App

OTT એપ્સને લઈને કેન્દ્ર સરકારનું મોટું પગલું, બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ કરાયું રજૂ, જાણો તમામ ડિટેઈલ્સ

પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવવા ડ્રાફ્ટ તૈયાર

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
OTT એપ્સને લઈને કેન્દ્ર સરકારનું મોટું પગલું, બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ કરાયું રજૂ, જાણો તમામ ડિટેઈલ્સ 1 - image


Broadcasting Services (Regulation) Bill 2023: સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) બિલ 2023 અંગે ગઈકાલે નવો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. જેનો ઉદેશ્ય પ્રસારણ ક્ષેત્રમાં તકનીકી  નિયમનકારી માળખું બનાવવાનો છે. મંત્રાલયે આ ડ્રાફ્ટ અંગે લોકો પાસેથી ફીડબેક માંગ્યો છે. આ અંગેની જાણકારી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, Ease of Doing Business અને Ease of Livingના વિઝાનને આગળ વધારતા અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) બિલનો ડ્રાફ્ટ રજૂ કરી રહ્યા છીએ. આ મહત્વપૂર્ણ કાયદો આપણા પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવે છે. 

 

પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવવા ડ્રાફ્ટ તૈયાર

વધુમાં અનુરાગ ઠાકુરે લખ્યું છે કે આ બિલ OTT, ડિજિટલ મીડિયા, DTH, IPTV અને નવીનતમ ટેકનોલોજીને અપનાવે છે અને તકનીકી પ્રગતિ અને ઉત્ક્રાંતિને પ્રોત્સાહન આપે છે. હાલમાં આ એક ડ્રાફ્ટ છે જે પહેલા લોકસભામાં પસાર થશે અને પછી રાજ્યસભામાં રજૂ  કરાશે. નવા નિયમો બંને ગૃહોમાંથી પસાર થયા બાદ અમલમાં આવશે.

બિલ નવી રીતે પ્રસારણ સેવાઓનું નિયમન કરશે

નવું બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલ 2023 દેશમાં બ્રોડકાસ્ટિંગ સેવાઓનું નિયમન કરવા માટે એકીકૃત માળખું પ્રદાન કરે છે અને વર્તમાન કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને અન્ય નીતિ માર્ગદર્શિકાઓને બદલે છે જે હાલમાં દેશમાં પ્રસારણ ક્ષેત્રને સંચાલિત કરે છે.  આ બિલમાં 6 પ્રકરણ, 48 વિભાગ અને ત્રણ શિડ્યુલ સામેલ છે. તેના મુખ્ય લક્ષણોની યાદી આપતા, મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ માત્ર OTT સામગ્રી, ડિજિટલ સમાચાર અને વર્તમાન બાબતોનો સમાવેશ કરવા માટે નિયમનકારી અવકાશને વિસ્તૃત કરે છે પરંતુ ભવિષ્યમાં વિકસિત કોઈપણ નવા પ્લેટફોર્મને પણ સામેલ કરે છે. 


Google NewsGoogle News