તમિલનાડુ કરતાં તો બંગાળમાં મોંઘવારી વધુ... એરપોર્ટ પર ચાનું બિલ જોતાં જ ભડક્યાં ચિદમ્બરમ
P Chidambaram Was Shocked to buy Tea at the airport : ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમને તાજેતરમાં ગરમ પાણી અને ચા ખરીદી હતી. તેનું બિલ જોઈ ભડક્યા હતા. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "કોલકાતા એરપોર્ટ પર માત્ર ગરમ પાણી અને ટી બેગ માટે મોટી કિંમત ચૂકવવી પડી. જે તામિલનાડુની સરખામણીએ પશ્ચિમ બંગાળમાં મોંઘવારી ચરમસીમાં પર પર છે."
પી. ચિદમ્બરમે X પર પોસ્ટ કરીને કહ્યું કે, "હાલમાં જ મેં કોલકાતા એરપોર્ટ પર ગરમ પાણી અને ટી બેગ માટે 340 રૂપિયા ચૂકવ્યા હતા. તે રેસ્ટોરન્ટનું નામ હતું 'ધ કોફી બીન એન્ડ ટી લીફ'. થોડા વર્ષો પહેલા મેં ચેન્નાઈ એરપોર્ટ પર ગરમ પાણી અને ટી બેગ માટે માત્ર 80 રૂપિયા ચૂકવ્યા હતા અને એ પણ મેં ત્યારે ટ્વિટ કર્યું હતું."
AAIએ તેમની ફરિયાદ ધ્યાનમાં લીધી
તેમણે આગળ લખ્યું- ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તરત જ આ અંગે સંજ્ઞાન લીધું અને તેના પર યોગ્ય પગલાં પણ લીધા હતા. એટલે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તામિલનાડુની સરખામણીએ પશ્ચિમ બંગાળમાં મોંઘવારી ટોચ પર છે.
મનમોહન સરકારમાં બન્યા હતા નાણામંત્રી
પી. ચિદમ્બરમ જૂન 1991માં પી.વી. નરસિમ્હા રાવની સરકારમાં વાણિજ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી બન્યા. 2004માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં તેમને નાણામંત્રીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પછી 2008માં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.