Get The App

ભારતમાં ચેપી અને પર્યાવરણને લગતા રોગોનો રાફડો ફાટશે, અંગ દઝાડતી ગરમી પડશે, રિપોર્ટમાં દાવો

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ભારતમાં ચેપી અને પર્યાવરણને લગતા રોગોનો રાફડો ફાટશે, અંગ દઝાડતી ગરમી પડશે, રિપોર્ટમાં દાવો 1 - image


Image: Freepik

Climate Change: ભારત, જળવાયુ-સંવેદનશીલ સંક્રમક રોગના વધતાં જોખમનો સામનો કરી રહ્યું છે, જેમાં હિમાલયના વિસ્તારમાં મલેરિયાનો ફેલાવો અને સમગ્ર ભારતમાં ડેન્ગ્યુનું સંક્રમણ સામેલ છે. આરોગ્ય અને ક્લાઈમેટ ચેન્જ પર 122 એક્સપર્ટ્સ દ્વારા વિકસિત આઠમાં લેન્સેટ કાઉન્ટડાઉન અનુસાર આ રોગોના ફેલાવાથી ક્લાઈમેટ-ઈન્ટીગ્રેટેડ ફોરકાસ્ટિંગમાં સુધારો, આરોગ્ય સેવાના પાયાના માળખાને મજબૂત કરવા અને સામુદાયિક જાગૃતતા વધારવાની માગ વધી રહી છે. 

એવિડેન્સ-બેઝ્ડ રિપોર્ટથી એ પણ જાણ થાય છે કે દેશના તટીય સમુદાયોને વધતાં સમુદ્રી સ્તરના કારણે ગંભીર જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે પ્રભાવી પૂર અનુકૂલન યોજનાઓની જરૂર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પરિણામ ભારત માટે પોતાની આરોગ્ય અને જળવાયુ નીતિઓને પુર્નજીવિત કરવા, નાણાકીય રોકાણને પ્રાથમિકતા આપવા અને ક્લાઈમેટ ચેન્જથી ઉત્પન્ન થનાર સતત વધતાં જોખમોથી પોતાની વસતીની રક્ષા કરવા માટે એક મજબૂત અનુકૂળ પ્રતિક્રિયા બનાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો ઈશારો કરે છે.'

આ પણ વાંચો: મૃત્યુ મામલે કોરોના બાદ આ બીમારી બીજા નંબરે, WHOના ડરામણાં રિપોર્ટે ટેન્શન વધાર્યું

લેન્સેટના નવા રિપોર્ટે એક ચિંતાજનક નવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે. દુનિયાભરના લોકો રેકોર્ડ તોડ જળવાયુ-જનિત જોખમો સામે ઝઝૂમી રહ્યા હતા. ચોંકાવનારા આંકડાથી જાણ થાય છે કે આરોગ્ય જોખમોને ટ્રેક કરનાર 15માંથી 10 સંકેતક 2023 માં નવા રેકોર્ડ બનાવી ચૂક્યા છે. 50 દિવસ એવા પણ રહ્યાં, જ્યારે તાપમાન માનવ આરોગ્ય માટે સંભવિત રીતે હાનિકારક સ્તર સુધી પહોંચી ગયુ. 

ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યાં છે

વર્ષ 2023માં દુનિયા અભૂતપૂર્વ ક્લાઈમેટ પડકારો સામે ઝઝૂમી રહી છે, જેણે આ વર્ષને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનાવી દીધું છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારાના કારણે ભયંકર દુકાળ, જીવલેણ ગરમીની લહેરો અને વિનાશકારી જંગલની આગ, તોફાન અને પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

ગરમીના કારણે થનાર મૃત્યુમાં વધારો થયો, ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં, 1990ના દાયકાની તુલનામાં 167 ટકાનો ચોંકાવનારો વધારો થયો. વ્યક્તિઓને સરેરાશ 1,512 કલાક હાઈ ટેમ્પરેચરનો સામનો કરવો પડ્યો. જેનાથી ગરમીના તણાવનું મધ્યમ જોખમ પેદા થયું. 1990ના દાયકાથી 27.7 ટકાનો વધારો થયો. પરિણામ એ થયું કે 512 બિલિયન સંભવિત શ્રમ કલાકોનું નુકસાન થયુ અને વૈશ્વિક આવકમાં અનુમાન $835 બિલિયનનું નુકસાન થયુ, જેની નિમ્ન અને મધ્યમ આવક વાળા દેશો પર ખૂબ અસર પડી.

2014 અને 2023ની વચ્ચે, ગ્લોબલ લેન્ડ એરિયાના 61 ટકા ભાગમાં વધુ વરસાદની ઘટનાઓમાં વધારો થયો. જેનાથી પૂર અને બિમારીઓનું જોખમ વધી ગયુ.

વધતાં તાપમાનના કારણે બિમારીઓ વધી રહી છે

તાપમાનમાં વધારાએ મચ્છરજન્ય બિમારીઓ જેમ કે ડેન્ગ્યૂના ફેલાવા માટે જળવાયુ અનુકૂળતાને પણ વધારી છે, જે 2023માં દુનિયાભરમાં 5 મિલિયનથી વધુ મામલાની સાથે અત્યાર સુધીનું સૌથી વધુ છે. બદલાતી જળવાયુ એવા વાતાવરણનું નિર્માણ કરી રહી છે, જે ડેન્ગ્યૂ, મલેરિયા, વેસ્ટ નાઈલ વાયરસ અને વાઈબ્રિયોસિસ જેવી સંક્રમક બિમારીઓના પ્રચાર માટે અનુકૂળ છે. ત વિસ્તારોમાં પણ જ્યાં પહેલા આ બિમારીઓનો પ્રકોપ નહોતો.

ભીષણ દુકાળ

વર્ષ 2023માં, ગ્લોબલ લેન્ડ એરિયાના 48 ટકા ભાગમાં લગભગ એક મહિના સુધી ભીષણ દુકાળ પડ્યો, જે 1951 બાદ બીજું સૌથી મોટું સ્તર છે. આનાથી પાકની પેદાશ, પાણી પુરવઠો અને ખાદ્ય સુરક્ષા પ્રભાવિત થઈ છે. 

વર્ષ 1981થી 2010 સુધી દુકાળ અને ગરમ હવાઓની ઘટનાઓમાં વધારાના કારણે વર્ષ 2022માં 124 દેશોમાં વધુ 151 મિલિયન લોકોને મધ્યમ કે ગંભીર ખાદ્ય અસુરક્ષાથી ઝઝૂમવું પડી શકે છે.

પોઝિટિવ ડેવલપમેન્ટ

ક્લાઈમેટ ચેન્જથી પ્રેરિત ગંભીર વિકાસ છતાં લેન્સેટ રિપોર્ટમાં અમુક સકારાત્મક વિકાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એક શ્રેષ્ઠ દુનિયાની આશા જગાડે છે. કોલસો સળગાવવામાં ઘટાડાના કારણે વાયુ પ્રદૂષણથી થનારા મોતમાં ઘટાડો આવ્યો છે અને સ્વચ્છ ઉર્જામાં ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ 2023માં 1.9 ટ્રિલિયન ડોલર થઈ ગયુ છે. નવીનીકરણીય ઉર્જામાં રોજગાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે, જે રોજગાર સુરક્ષાનું સમર્થન કરવામાં આ વિસ્તારની ક્ષમતાને દર્શાવે છે.


Google NewsGoogle News