ભારતની માગ સામે ઝૂક્યાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, પ્રજાસત્તાક દિવસે હાજરી બાદ પાકિસ્તાન નહીં જાય
Republic Day Chief Guest: ભારતમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ પ્રભોવો સુબિયાંટો મુખ્ય અતિથિના રૂપે સામેલ થશે. શનિવારે આ મામલે પરિચિત લોકોએ આ જાણકારી આપી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુબિયાંટો પોતાની ભારત યાત્રા બાદ પાકિસ્તાન નહીં જાય. જોકે, તેઓએ પહેલાં પાકિસ્તાન જવાની યોજના બનાવી હતી. પરંતુ, જ્યારે ભારતે આ મુદ્દો ઉઠાવ્યો તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખે પોતાની પાકિસ્તાનની યાત્રા ટાળી દીધી.
સત્તાવાર જાહેરાત નથી કરાઈ
ભારતે હજુ સુધી આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુબિયાંટો સાથે પોતાની યાત્રા દરમિયાન વ્યાપક વાતચીત કરશે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સાંપ્રદાયિક નહીં રાજકીય હતી : યુનુસ સરકાર
દર વર્ષે ભારત દુનિયાભરના નેતાઓને પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આમંત્રિત કરે છે. ગત વર્ષે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનુએલ મેક્રોન મુખ્ય અતિથિ હતાં. વળી, 2023માં મિસ્ત્રના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસી સામેલ થયા હતાં. વળી, કોવિડ-19 મહામારીના કારણે 2021 અને 2022માં પ્રજાસત્તાક દિવસે કોઈ મુખ્ય અતિથિ નહતાં. 2020માં બ્રાઝીલના રાષ્ટ્ર પ્રમુખ ઝાયર બોલ્સોનારો મુખ્ય અતિથિ હતાં.
આ પણ વાંચોઃ 'પેરિસ હમ આ રહે હૈ ' પાકિસ્તાન એરલાઈન્સનું સ્લોગન વાઈરલ થતાં લોકોએ ઉડાડી ઠેકડી
અનેક પ્રમુખ મહેમાનો રહ્યા છે ઉપસ્થિત
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં અત્યાર સુધી ઘણાં પ્રમુખ આંતરરાષ્ટ્રીય નેતા ઉપસ્થિત રહી ચુક્યા છે. તેમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ સિરિલ રામફોસા (2019), સંયુક્ત અરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન (2017) અને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ફ્રાંકોઇસ ઓલાંદ (2016) સામેલ છે. આ સિવાય, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન જૉન મેજર (1993), દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ નેલ્સન મંડેલા (1995) અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર પ્રમુખ લી મ્યંગ-બાક (2010) જેવા નેતા પણ ગણતંત્ર દિવસ સમારોહનો ભાગ બની ચુક્યા છે.