Get The App

Iran-Israel War: ઈઝરાયલમાં અજાણ્યા હુમલાખોરે ભીડ પર ફાયરિંગ કર્યું, એકનું મોત, અનેક ઘાયલ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
Iran-Israel War: ઈઝરાયલમાં અજાણ્યા હુમલાખોરે ભીડ પર ફાયરિંગ કર્યું, એકનું મોત, અનેક ઘાયલ 1 - image


Iran Israel War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. ઈઝરાયલની સેનાએ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધુ છે. જેમાં બીર્શેબામાં બસ સ્ટેશન પર માસ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયુ છે અને નવ ઘાયલ થયા છે. જો કે, હુમલાખોરને પણ ઠાર મારવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેર્શેબામાં આતંકી હુમલામાં 11થી વધુ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યું કે, દાખલ કરવામાં આવેલ તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. જેમાં એક 25 વર્ષીય મહિલા પણ સામેલ હતી. જેણે સારવાર દરમિયાન જ દમ તોડ્યો હતો.

સોરોકા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્તોમાં 20 વર્ષીય એક મહિલા પણ સામેલ છે. જેની સ્થિતિ ગંભીર છે. જ્યારે 20 વર્ષીય વયના ચાર યુવાનો પણ સામેલ છે. જેમની સ્થિતિ સ્થિર છે. તમામને ગોળી વાગી છે.

હાલમાં જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ  કહ્યું કે 'તમામ સભ્યો દેશો'એ ઈઝરાયલ સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ, કારણકે ઈઝરાયલ ઈરાનના નેતૃત્વ વાળી 'બર્બર શક્તિઓ' સાથે લડી રહ્યું છે. તેમણે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના  ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાના આહવાનને શરમજનક  ગણાવ્યું છે.

શનિવારે એક વીડિયો મેસેજ જારી કરતા વડાપ્રધાન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવતા કહ્યું કે, આતંકની ધુરી એક સાથે ઉભી થઈ છે પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકની ધુરીનો વિરોધ કરી રહ્યા છે તેઓ ઇઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાનું આહ્વાન કરી રહ્યા છે.

હવે નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોને ગુલાંટ મારી દીધી છે અને મેક્રોન ઓફિસે નિવેદન જારી કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ફ્રાન્સ ઈઝરાયલનો પાક્કો મિત્ર છે અને અમે ઈઝરાયલની સુરક્ષાનું સમર્થન કરીએ છીએ. આ સાથે જ એમ પણ કહ્યું કે જો ઈરાન અથવા તેના સમર્થક ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઉભું રહેશે.

Iran-Israel War: ઈઝરાયલમાં અજાણ્યા હુમલાખોરે ભીડ પર ફાયરિંગ કર્યું, એકનું મોત, અનેક ઘાયલ 2 - image


Google NewsGoogle News