કોલકાતા એરપોર્ટ પર ઉડાન ભર્યાની થોડી જ મીનિટોમાં ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
Image: Twitter
IndiGo Flight: કોલકાતાથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 0573 શુક્રવારે રાત્રે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટને અહીં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટના મિડ એરમાં એન્જિન ફેલ થવાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં, ક્રૂ અને ક્રૂ મેમ્બર સહિત વિમાનમાં સવાર તમામ 173 મુસાફરો સુરક્ષિત છે.
એક અહેવાલ મુજબ, શુક્રવારે (30 ઓગસ્ટ) રાત્રે કોલકાતા એરપોર્ટના રનવે પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બેંગલુરુ જઈ રહેલા ઈન્ડિગો પ્લેનનું એન્જિન ફેલ થઈ ગયું હતુ જેથી ફ્લાઇટનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યુ. જોકે, વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે.
મળતી માહિતી પ્રમાણે, એક મુસાફરે એન્જિનમાં આગ લાગી હોવાનો દાવો કર્યો હતો, જોકે, એરલાઈન કે એરપોર્ટ અધિકારીઓ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. પેસેન્જર નીલંજન દાસે જણાવ્યું કે. ટેકઓફના થોડા સમય પછી, તેણે અસામાન્ય અવાજ સાંભળ્યો અને એક એન્જિનમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ, ત્યારબાદ પ્લેન કોલકાતા રનવે તરફ પાછું વળ્યું હતુ.
મહત્વનું છેકે, આ અગાઉ જૂન 2024માં, ક્વીન્સટાઉનથી મેલબોર્ન જઈ રહેલા પેસેન્જર પ્લેનના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને ન્યૂઝીલેન્ડના ઈન્વરકારગિલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.