રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી વધી, ડિસેમ્બરમાં WPI 0.73%, જુઓ કઈ કઇ વસ્તુઓના ભાવ વધ્યાં
ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 26.30 ટકા રહ્યો હતો
image : Freepik |
WPI Inflation: સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.73 ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ કિંમત સૂચકાંક (WPI) ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબર 2023 વચ્ચે નકારાત્મક જ રહ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે 0.26 ટકા સકારાત્મક રહ્યો હતો.
મંત્રાલયે આપી માહિતી....
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશન 9.38 ટકા થઇ ગયું હતું. જે નવેમ્બર 2023માં 8.18 ટકા હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બર 2023માં મોંઘવારીમાં તેજી એટલા માટે આવી કેમ કે ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ વગેરેની કિંમતોમાં વધારો થયો હતો.
આ વસ્તુઓ થઇ મોંઘી
ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 26.30 ટકા રહ્યો હતો. જોકે દાળનો મોંઘવારી દર 19.60 ટકા રહ્યો હતો. ગત અઠવાડિયે જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર માટે રિટેલ કે ગ્રાહક મૂલ્ય આધારિત ફુગાવા (CPI) વધીને 4 મહિનાના ટોચે 5.69 ટકાએ પહોંચી ગયો હતો. આરબીઆઈએ ગત મહિને તેની દ્વિમાસિક નાણકીય નીતિમાં વ્યાજદરો સ્થિર રાખ્યા હતા અને નવેમ્બર તથા ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના જોખમો વિશે સંકેત આપ્યા હતા.