VIDEO: પાકિસ્તાન સામે ભારતની જીતની દેશભરમાં ઉજવણી, અનેક નેતાઓએ આપ્યા અભિનંદન
IND vs PAK : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે 6 વિકેટે પાકિસ્તાનને માત આપી છે. ભારતની જીતને લઈને રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહથી ફટાકડા ફોડી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત તમામ નેતાઓએ ટીમ ઈન્ડિયાની જીતને લઈને અભિનંદન પાઠવ્યા હતા.
'ટીમ ઈન્ડિયાએ સારુ પ્રદર્શન કર્યુ'
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે,'ટીમ ઈન્ડિયાએ સારુ પ્રદર્શન કર્યુ. તમે વિશ્વભરના લાખો ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીને બધાને ગર્વ અપાવ્યો છે. આપની ભવિષ્યની મેચો માટે મારી શુભકામનાઓ.'
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય ટીમને શુભેચ્છા પાછવી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત! કોહલીની સદી સાથે ટીમવર્ક અને સંઘર્ષનું અદ્ભુત પ્રદર્શન. ભારતીય ક્રિકેટ માટે દરેક દિલની જીત! જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'આજના ICC Champions Trophy 2025 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પર નિર્ણાયક વિજય પ્રશંસનીય છે. રાષ્ટ્ર વતી વિરાટ કોહલી અને કુલદીપ યાદવ માટે પ્રશંસા. આ પ્રતિષ્ઠિત મુકાબલામાં તેમના પ્રદર્શન બદલ ટીમને અભિનંદન. દેશને ગૌરવ અપાવવા બદલ આભાર. ભવિષ્યની મેચ માટે શુભકામનાઓ.'
જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્ર મમતા બેનર્જીએ લખ્યું કે, 'આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે આજે આપણા ક્રિકેટરોની જોરદાર જીત પર ખુશી અનુભવી રહ્યા છીએ. આ મેચમાં શાનદાર જીત માટે ભારતીય ટીમને અભિનંદન.'
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, 'ઐતિહાસિક વિજય... ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ શાનદાર જીત માટે ટીમના તમામ સદસ્યોને ઘણી અભિનંદન અને આગામી મેચ માટે શુભકામનાઓ.'