ઓસ્ટ્રીયામાં ઓરકેસ્ટ્રા પર ગુંજયું ભારતનું વંદે માતરમ, પીએમ મોદીનું અનોખું સ્વાગત

૪૦ વર્ષમાં પ્રથમ વાર કોઇ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રીયાની મુલાકાતે

૧૯૮૩માં ઇન્દિરા ગાંધી ઓસ્ટ્રીયાના સત્તાવાર પ્રવાસે ગયા હતા.

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રીયામાં ઓરકેસ્ટ્રા પર ગુંજયું ભારતનું વંદે માતરમ, પીએમ મોદીનું અનોખું સ્વાગત 1 - image


વિયેના,૧૦ જુલાઇ,૨૦૨૪,બુધવાર 

રશિયા પછી ઓસ્ટ્રીયા દેશના પ્રવાસે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રીયાઇ કલાકારોએ ઓરકેસ્ટ્રા પર 'વંદે માતરમ'ગાઇને સ્વાગત કર્યુ હતું. ભારત અને ઓસ્ટ્રીયાની મૈત્રી આ સાથે જ વધુ ગાઢ બની છે. છેલ્લા ૪૦ વર્ષમાં પ્રથમ વાર કોઇ ભારતીય વડાપ્રધાને ઓસ્ટ્રીયા દેશની મુલાકાત લીધી હતી. અગાઉ ૧૯૮૩માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઓસ્ટ્રીયાના સત્તાવાર પ્રવાસે ગયા હતા.

પીએમ મોદી મંગળવારના રોજ ઐતિહાસિક ઓસ્ટ્રીયા મુલાકાતના ભાગરુપે રાજધાની વિયેના પહોંચ્યા હતા. વિદેશમંત્રી એલેકઝાન્ડર શેલેનબર્ગ એરપોર્ટ પર સ્વાગત માટે આવ્યા હતા. એકસ પરની પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ટાંકયું હતું કે  બંને દેશો પોતાના રાજકીય સંબંધોની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહયા છે. આથી ભારતની ઓસ્ટ્રીયા યાત્રા ખૂબજ મહત્વની છે.

આગમન થયા બાદ ઓસ્ટ્ર્ીયાના ચાંસેલર કાર્લ નેહમરે એક ખાનગી કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. નેહમરે માઇક્રોબ્લૉગિગ પ્લેટફોર્મ પર  પોતાની અને મોદીની એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં વિયેનામાં આપનું સ્વાગત છે એમ લખ્યું હતું. ભારતના વડાપ્રધાન ઓસ્ટ્રીયા ગણરાજયના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વાન ડેર બેલન સાથે પણ મુલાકાત કરી છે. ઓસ્ટ્રીયામાં કોર્મશિયલ લિડર્સ સાથે પણ વાતચિત થશે. 


Google NewsGoogle News