Get The App

બજેટ 2025: લારી કે ફૂટપાથ પર સામાન વેચતા 68 લાખ લોકોને ભેટ, UPI ક્રેડિટ કાર્ડથી મળશે 30 હજાર

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
બજેટ 2025: લારી કે ફૂટપાથ પર સામાન વેચતા 68 લાખ લોકોને ભેટ, UPI ક્રેડિટ કાર્ડથી મળશે 30 હજાર 1 - image


Budget 2025 : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જે રીતે મધ્યમ વર્ગ અને ખાસ કરીને શહેરી ગરીબોની આવક વધારવાની વાત કરી છે. આ બજેટથી લારી કે ફૂટપાથ પર સામાન વેચતા 68 લાખ કામદારો માટે વરદાન સાબિત થશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, અમારી સરકાર શહેરી કામદારોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે એક યોજના લાવશે. શહેરી ગરીબોની આવકમાં વધારો થશે. સરકાર તેમના પર નજર રાખી રહી છે. શહેરી કામદારો માટે એક યોજના લાવવામાં આવશે.

આ પણ વાંચો : બે સંપત્તિની માલિકી ધરાવતા લોકોને નિર્મલા સીતારમણે બજેટમાં આપી ગૂડ ન્યૂઝ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, લારી કે ફૂટપાથ પર સામાન વેચતા કામદારો માટે 'પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના'ને નવું રુપ આપવામાં આવશે. જે અંતર્ગત, બૅંકો અને UPI લિંકડ ક્રેડિટ કાર્ડ્સમાંથી લોન મર્યાદા વધારીને 30,000 રૂપિયા કરવામાં આવશે.

68 લાખથી વધુ શેરી વિક્રેતાઓને ફાયદો

સીતારમણે લોકસભામાં સતત આઠમું બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે, આ યોજનાથી અનૌપચારિક ક્ષેત્રને ઊંચા વ્યાજ દરની લોનમાંથી રાહત આપીને 68 લાખથી વધુ લારી કે ફૂટપાથ પર સામાન વેચતા લોકોને ફાયદો થયો છે. તેમણે કહ્યું, "આ સફળતાના આધારે આ યોજનામાં સુધારો કરવામાં આવશે અને બૅંકો અને UPI લિંક્ડ ક્રેડિટ કાર્ડ્સમાંથી લોન મર્યાદા વધારીને 30,000 રૂપિયા કરવામાં આવશે." પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (પીએમ-સ્વનિધિ) લારી કે ફૂટપાથ પર સામાન વેચતા લોકો માટે એક ખાસ સુવિધા છે. 

આ પણ વાંચો : બજેટ 2025: ક્રિપ્ટો સહિતની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટને ‘છુપાવેલી સંપત્તિ’ની યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતાં નાણાંમંત્રીએ કહ્યું કે, 'શહેરી કામદારોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે એક યોજના લાગુ કરવામાં આવશે. તેમજ ઓનલાઇન પ્લેટફૉર્મના મોટા કાર્યકરો 'નવા યુગ' સેવા અર્થતંત્રને ઘણી ગતિશીલતા મળશે. તેમના યોગદાનને માન્યતા આપતાં અમારી સરકાર તેમનું ઓળખ કાર્ડ અને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણીની વ્યવસ્થા કરશે.'

આરોગ્ય સંભાળ સુવિધાઓ પ્રદાન કરાશે

સીતારમણે કહ્યું કે, આવા કામદારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આરોગ્ય સંભાળ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને આ પગલાંથી લગભગ એક કરોડ કામદારોને સહાયતા મળવાની સંભાવના છે. સરકાર આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હૉસ્પિટલોમાં 'ડે કેર' કેન્સર સેન્ટરો સ્થાપવાની સુવિધા પણ આપશે.


Google NewsGoogle News