ચિત્તાને લાવવા માટે નામીબિયા પહોંચ્યુ આ ખાસ વિમાન, ભારતે કર્યો છે આવો શણગાર
-ખાસ B747 જમ્બો જેટ પ્લેન શુક્રવારના રોજ નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને ભારત માટે રવાના થશે
નવી દિલ્હી,તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરુવાર
મધ્યપ્રદેશના ચંબલ સંભાગ શ્યોપુર જીલ્લા સ્થિત કૂનો પાલપુર અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તા અહીં લાવવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે, દેશના PM મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરનાં રોજ છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે આ અભયારણ્યમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને છોડીને તેમના જન્મદિવસની ઉજવણી કરશે. આ ચિત્તાને વીમાનથી અહીં લાવવામાં આવશે.
16 સપ્ટેમ્બરે નામીબીયાની રાજધાની વિન્ડહોકથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા આઠ ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે. તેમાં 3 નર ચિત્તા અને 5 માદા ચિત્તા છે.
કંપની વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાઓને શિફ્ટ કરવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે, આ વિમાનને લઇને વિશેષ વિમાનની તસવીર સામે આવી છે, જેમાં ચિત્તાના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. એરલાઈન્સ કંપનીએ આ ફ્લાઈટને સ્પેશિયલ ફ્લેગ નંબર 118 આપ્યો છે. કંપની માટે આ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
- બોઇંગ 747 પેસેન્જર જમ્બો જેટને એ રીતે મોડિફાઇ કરવામાં આવ્યું છે કે, તેમાં પાંજરા સરળતાથી રાખી શકાય.
- પાંજરા વચ્ચે પૂરતી જગ્યા હશે જેથી પશુચિકિત્સક ફ્લાઇટ દરમિયાન ચિત્તાઓ પર સરળતાથી નજર રાખી શકે.
- આ એરક્રાફ્ટ 16 કલાક સુધી નોન-સ્ટોપ ઉડી શકે છે, જેના કારણે તે નામીબિયાથી ટેકઓફ કર્યા બાદ સીધું જયપુર ઉતરશે.
- ખાસ B747 જમ્બો જેટ પ્લેન 16 સપ્ટેમ્બરે, શુક્રવારના રોજ નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને ભારત માટે રવાના થશે.
- માદા ચિત્તાની ઉમર 2 થી 5 વર્ષ વચ્ચેની છે. નર ચિત્તાની ઉમર 4.5 વર્ષ અને 5.5 વર્ષ વચ્ચેની છે.
- ત્રણ નર ચિત્તાઓમાં બે ભાઈઓનો સમાવેશ થાય છે, જેઓ જુલાઈ 2021 થી નામિબિયામાં ચિતા સંરક્ષણ ભંડોળના રિઝર્વ પાર્કમાં રહે છે.
- બીજા નર ચિત્તાનો જન્મ બીજા રિઝર્વ પાર્કમાં 2018માં થયો હતો.
- ત્રીજી માદા ચિત્તાનો જન્મ એપ્રિલ 2020માં એરિન્ડી પ્રાઈવેટ ગેમ રિઝર્વ પાર્કમાં થયો હતો.
- ચોથો ચિત્તો 2017માં એક ખેતરમાં કુપોષિત હાલતમાં મળી આવ્યો હતો.
- 2019માં પાંચમી માદા ચિત્તા મળી આવી હતી. ચોથા અને પાંચમા 'બેસ્ટ ફ્રેન્ડ્સ' છે અને તેઓ હંમેશા સાથે જોવા મળે છે.
-આ ચિત્તાઓને 30 દિવસ માટે ક્વોરેન્ટાઇન ક્લોઝરમાં રાખવામાં આવશે અને પછી 6 વર્ગ કિમીના પ્રીડેટર-પ્રૂફ સુવિધામાં છોડવામાં આવશે.
આ ચિત્તાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનેલા ક્રેટમાં લાવવામાં આવશે અને સીધા જયપુર પહોંચશે. જેમાં લગભગ 11 કલાકનો સમય જશે. ત્યારબાદ તેઓને જયપુરથી ચાર્ટર્ડ હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. જ્યાં નવું હેલીપેડ પણ તૈયાર છે. તેઓ 17મીએ જ અહીં પહોંચશે. ચિત્તાઓને લેવા માટે પ્લેન નામીબિયા પહોંચ્યું છે, નામીબિયામાં ભારતીય દૂતાવાસે આ પ્લેનની તસવીર ટ્વીટ કરી છે.
એરલાઈન્સના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે ઉડાન કરવાથી ચિત્તાને પહોંચાડવામાં સરળતા રહેશે. 17 સપ્ટેમ્બર શનિવારની સવારે ફ્લાઇટ જયપુર એરપોર્ટ પર ઉતરશે અને ત્યારબાદ ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો અભયારણ્યમાં લઈ જવામાં આવશે.
આ પણ વાંચો: ભારતમાં વિમાન દ્વારા આવશે ચિત્તા, PM મોદી પોતે રિસીવ કરવા જશે