Get The App

59 મહિના બાદ મોંઘવારીમાં રાહત: છૂટક ફુગાવાનો દર 3.54%, જાણો શું થયું સસ્તું-મોંઘું

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Inflation


CPI Data: સામાન્ય લોકોને મોંઘવારીમાં મોટી રાહત મળી છે. ભારતમાં રિટેલ મોંઘવારીનો દર જુલાઇમાં 59 માસના તળિયે પહોંચ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, જુલાઇ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 3.54 ટકા થયો છે. જૂન 2024માં આ દર 5.08 ટકા અને પાછલા વર્ષે જુલાઇમાં આ દર 7.44 ટકા હતો. નોંધનીય છે કે, પાછલા પાંચ વર્ષોમાં આ પહેલી વાર છે જ્યારે છૂટક ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકા લક્ષ્યની નીચે આવ્યો છે. 

શું સસ્તું થયું? (મોંઘવારી દર)

અનાજ- જૂનના 8.75 ટકાથી ઘટીને જુલાઇમાં 8.14 ટકા

દુધ અને ડેરી પ્રોડક્ટ્સ- જૂનના 3 ટકાથી ઘટીને જુલાઇમાં 2.99 ટકા

શાકભાજી- જૂનના 29.32 ટકાથી ઘટીને જુલાઇમાં 6.83 ટકા

મસાલા- જૂનના 2.06 ટકાથી ઘટીને જુલાઇમાં (-1.43) ટકા

દાળ- જૂનના 16.07 ટકાથી ઘટીને જુલાઇમાં 14.77 ટકા

ફળ- જૂનના 7.15 ટકાથી ઘટીને જુલાઇમાં 3.84 ટકા

ખાંડ- જૂનના 5.83 ટકાથી ઘટીને જુલાઇમાં 5.22 ટકા

આ પણ વાંચોઃ મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા

શું મોંઘું થયું?  (મોંઘવારી દર)

તેલ- જૂનના -2.68 ટકાથી વધીને જુલાઇમાં -1.17 ટકા

આ પણ વાંચોઃ શેરબજારમાં હિંડનબર્ગ રિસર્ચના ધડાકાની અસર, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં, અદાણી ગ્રૂપના શેર્સમાં કડાકો

ખાદ્ય પદાર્થોના ભાવ ઘટ્યા

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના આંકડાઓ મુજબ, ખાદ્ય પદાર્થોની મોંઘવારી જુલાઇમાં 5.42 ટકા રહી છે. જૂનમાં આ મોંઘવારી 9.36 ટકા હતી. સરકારે રિઝર્વ બેંકને છૂટક ફુગાવાનો દર 2 ટકાની વધ-ઘટ સાથે ચાર ટકા રાખવાની જવાબદારી સોંપી છે.


Google NewsGoogle News