અમારી કંપનીઓ કાયદામાં રહીને જ કામ કરે છે: અમેરિકાના પ્રતિબંધો પર ભારતનો જવાબ
India Responds to US Sanctions : યૂક્રેનમાં રશિયા યુદ્ધમાં કથિત ભૂમિકાના આરોપસર અમેરિકાએ 19 ભારતીય ખાનગી કંપનીઓ અને બે ભારતીય નાગરિકો પર પ્રતિબંધો મૂક્યા છે. આ ઘટનાના ત્રણ દિવસ પછી વિદેશ મંત્રાલયે શનિવારે (2 નવેમ્બર) જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહી નથી અને નવી દિલ્હી આ મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છે. પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર નિકાસ નિયંત્રણની જોગવાઈઓ વિશે કંપનીઓને સંવેદનશીલ બનાવવા માટે તમામ સંબંધિત ભારતીય વિભાગો સાથે કામ કરી રહી છે.
અમારી પાસે મજબૂત કાયદાકીય માળખું
રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત પાસે વ્યૂહાત્મક વેપાર અને અપ્રસાર નિયંત્રણ માટે મજબૂત કાયદાકીય અને નિયમનકારી માળખું છે. અમે ત્રણ મુખ્ય બહુપક્ષીય અપ્રસાર નિકાસ નિયંત્રણ વ્યવસ્થાઓ વાસિનાર વ્યવસ્થા, ઑસ્ટ્રેલિયા ગ્રુપ અને મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રેજીમના સભ્ય છીએ અને અપ્રસાર પર UNSC પ્રતિબંધો અને UNSC ઠરાવ 1540 ને અસરકારક રીતે અમલ કરીએ છીએ.
અમારી કંપનીઓ કાયદામાં રહીને જ કામ કરે છે
જયસ્વાલે કહ્યું કે અમારી માહિતી મુજબ જે કંપનીઓ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યું છે તે કાયદમાં રહીને જ કામ કરે છે. તેમ છતાં, ભારતના સ્થાપિત અપ્રસાર પ્રમાણોને ધ્યાનમાં રાખીને, અમે ભારતીય કંપનીઓને લાગુ નિકાસ નિયંત્રણ જોગવાઈઓ વિશે સંવેદનશીલ બનાવવા અને અમલમાં આવી રહેલા નવા પગલાં વિશે પણ જાણ કરવા માટે તમામ સંબંધિત ભારતીય વિભાગો અને એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ તદ્દન નિરાધાર અને બકવાસ...: કેનેડાએ ગૃહમંત્રી શાહ પર લગાવેલા આરોપ પર ભારતનો જડબાતોડ જવાબ