ભારતની પ્રગતિ ફક્ત ધનિકો સુધી મર્યાદિત, બજાર પણ મોટું નથી: રિપોર્ટમાં મોટો ધડાકો
Indian Economic: ભારતને દુનિયાના સૌથી મોટા બજારના રૂપે જોવામાં આવે છે. પરંતુ, એક લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે, આ બજાર બહુ મોટું નથી અને તેમાં વિસ્તાર પણ નથી થઈ રહ્યો. જ્યારે, પણ વિદેશો સાથે ભારતના સંબંધ વિશે વાત કરવામાં આવે, તો પહેલાં કહેવામાં આવે છે કે, ભારતનું બજાર એટલું મોટું છે કે, તેની જરૂર બધાંને છે. જે દેશમાં લગભગ દોઢ અરબ લોકો રહે છે, તેને એક મોટા બજારના રૂપે જોવામાં આવે તે કુદરતી છે. પરંતુ, હાલમાં જ સામે આવેલાં રિપોર્ટ મુજબ, ભારતનું બજાર જેટલું મોટું દેખાય છે, તેટલું છે નહીં. દેશનો આર્થિક વિકાસ અમીરો સુધી સિમિત થઈ રહ્યો છે. જેનાથી આવકની અસમાનતા વધી રહી છે અને લાંબાગાળાની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યાં છે. ભારતના વિકાસ દર સામે આ મોટો પડકાર છે.
ભારતની વસ્તી સામે ગ્રાહક વર્ગ ખૂબ નાનો
બ્લૂમ વેન્ચર્સના રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. પરંતુ, અસલ ગ્રાહક વર્ગ નાનો છે. ફક્ત 13-14 કરોડ ભારતીય જ 'ગ્રાહક વર્ગ'માં આવે છે, જેની પાસે મૂળભૂત વસ્તુ સિવાય અન્ય ખર્ચ માટે પર્યાપ્ત પૈસા છે. આ સિવાય, 30 કરોડ લોકો ઉભરતા વર્ગમાં આવે છે પરંતુ, તેમનો ખર્ચ કરવાની ક્ષમતા સીમિત છે.
આ પણ વાંચોઃ VIDEO: રાજસ્થાનમાં કરાવૃષ્ટિ થતાં જાણે બરફની ચાદર પથરાઈ, ઊભા પાકને થયું નુકસાન
ભારતીય ગ્રાહકની ખર્ચ ક્ષમતામાં ઘટાડો
હાલમાં રજૂ કરવામાં આવેલાં ફાઇનાન્સ કંપની પરફિયોસ અને પીડબ્લ્યુસી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતીય લોકો પોતાના જરૂરી ખર્ચ પર સૌથી વધારે પૈસા ખર્ચ કરે છે, જે તેમના કુલ ખર્ચનો 39 ટકા છે. ત્યારબાદ જરૂરી ખર્ચ પર 32 ટકા હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતીય ગ્રાહકે 2023માં પોતાના ખર્ચને 29 ટકા જ મૂળભૂત જરૂરિયાની બહાર ખર્ચ માટે રાખવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન ગેમિંગનો ભાગ બહાર ખાવા અને ઓર્ડર કરવાની તુલનામાં થોડું વધારે હતું. એક શરૂઆતી સ્તર પર કમાવનારા વ્યક્તિએ મુસાફરી પર દર મહિને 776 રૂપિયા ખર્ચ કરે છે. જોકે, એક ઉચ્ચ આવક ધરાવનાર વ્યક્તિ 3,066 રૂપિયા ખર્ચ કરે છે. તેમાં ક્રેડિટ કાર્ડથી ચુકવણી સામેલ કરવામાં નથી આવ્યું, જેને લોકો ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે પસંદ કરે છે.
ઘટતી બચત અને વધતું દેવું ચિંતાનો વિષય
અમીર-ગરીબ વચ્ચે વધતું અંતર એટલા માટે ચિંતાનો વિષય છે કારણકે, ગ્રાહક વર્ગમાં વિસ્તાર નથી થઈ રહ્યો. આ સિવાય અમીર લોકો વધુ અમીર થઈ રહ્યાં છે. જેને 'સમૃદ્ધિનો ઉદય' કહેવામાં આવે છે. બ્લૂમ વેન્ચર્સનો રિપોર્ટ કહે છે કે, કંપની હવે સામાન્ય ગ્રાહકની બદલે મોંઘા ઉત્પાદનો પર ધ્યાન આપી રહ્યાં છે. લગ્ઝરી ઘર અને પ્રીમિયમ સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે. જોકે, વાજબી ઘરોની ભાગીદારી પાંચ વર્ષોમાં 40 ટકાથી ઘટીને 18 ટકા રહી ગઈ છે. આ રિપોર્ટમાં ભારતની અંગ્રેજીના આકાર K-અક્ષરની આર્થિક રિકવરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં અમીરોની સંપતિ વધી રહી છે. જોકે, ગરીબોની ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતના ટોચના 10 ટકા લોકો પાસે હવે દેશની કુલ આવકનો 57.7 ટકા ભાગ છે. જોકે, 1990માં આ 34 ટકા હતો. વળી, નીચેના 50 ટકા લોકોની આવકનો ભાગ 22.2 ટકાથી ઘટીને 15 ટકા રહી ગયો છે. ઘટતી બચત અને વધતું દેવું ચિંતાનો વિષય છે. ભારતનો મધ્ય વર્ગ, જે ગ્રાહકવર્ગનો મુખ્ય ભાગ હતો, તે હવે સંઘર્ષ કરી રહ્યો છે. સ્થિર વેતન અને મોંઘવારીએ તેની આર્થિક સ્થિતિ કમજોર કરી દીધી છે. ગત 10 વર્ષમાં મધ્યમ વર્ગની વાસ્તવિક આવક અડધી થઈ ગઈ છે. જેનાથી બચતમાં પણ ઘટાડો થયો છે.
મિડલ ઈનકમ ટ્રેપનું જોખમ
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઘરેલું ચોખ્ખી નાણાંકીય બચત 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. આર્થિક દબાણને કારણે, ઘણાં ગ્રાહકો ગેરંટી વિના લોન લઈને ખર્ચ કરવાનું ચાલુ રાખતા હતાં. પરંતુ, હવે RBI એ સરળ ધિરાણ કડક બનાવ્યું છે, જેના કારણે ઉધાર લેવાનું મુશ્કેલ બન્યું છે. બ્લૂમ વેન્ચર્સ રિપોર્ટના લેખક સાજિત પાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "જો આ સુવિધા બંધ કરવામાં આવે તો વપરાશ પર અસર થશે." આ ચિંતા એટલા માટે પણ વધી રહી છે કારણ કે, વપરાશ ભારતના GDP માં ઘણો ફાળો આપે છે. વર્લ્ડ બેન્કના વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024માં પણ મિડલ ઈનકમ ટ્રેપનું જોખમ જણાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, ભારત મિડલ ઈનકમ ટ્રેપમાં ફસાઈ શકે છે. આવું ત્યારે થાય જ્યારે દેશ નિશ્ચિત આર્થિક સ્તર પર પહોંચી જાય છે. પરંતુ, ઉચ્ચ આવકવાળી અર્થવ્યવસ્થામાં પરિવર્તિત નથી થઈ શકતાં.
વિકાસ અને ઇનોવેશન વચ્ચે સંતુલન જાળવી રાખવાનો પડકાર
રિપોર્ટ અનુસાર, અનેક વિકાસશીલ દેશ સરેરાશ 8 હજાર ડોલર પ્રતિ વ્યક્તિ જીડીપીના સ્તર પર અટકી જાય છે. 1990 બાદથી ફક્ત 34 મધ્યમ આવકવાળા દેશ ઉચ્ચ આવક વર્ગમાં પહોંચી શકે છે. ભારત સામે પણ આ જ પડકાર છે. આ એક મોટી સમસ્યા કે, ભારતની અર્થવ્યવસ્થા નાના વ્યવસાયો પર નિર્ભર છે, જે મોટા સ્તરે વધી નથી શકતું. ભારતની 90 ટકા કંપનીમાં પાંચથી ઓછા કર્મચારી છે અને બહુ ઓછી કંપની છે જે 10 કર્મચારીથી આગળ વધી શકે છે. નિયમોની જટિલતા અને બજારની ખામીના કારણે આ વ્યવસાય આગળ નથી વધી શકતો. જેનાથી રોજગાર અને ઉત્પાદકતા પર અસર પડે છે. વિશ્વ બેન્કે સલાહ આપી કે, ભારતે નાના અને મધ્યમ વર્ગો માટે નિયમ સરળ બનાવવા જોઈએ, ક્રેડિટની પહોંચ વધારવી જોઈએ અને નવાચારને પ્રોત્સાહિત કરવા જોઈએ. જો ભારત નાના વ્યવસાય માટે માહોલ સુધારી શકે છે, તો રોજગાર વધશે અને અર્થવ્યવસ્થા મજબૂત થશે. આર્થિક બદલાવની જરૂર ભારત સામે એક મોટો પડકાર વિકાસ અને ઇનોવેશન વચ્ચે સંતુલન જાળવી રાખવાનો છે. મોટી કંપનીઓ એવી નીતિનું સમર્થન કરે છે, જે તેને લાભ પહોંચાડે છે. પરંતુ સંપૂર્ણ બજારની કાર્યક્ષમતા સુધારનારા બદલાવનો વિરોધ કરે છે.
ભારતમાં સ્ટાર્ટઅપનો માહોલ સારો છે, પરંતુ બજારની કપરી પરિસ્થિતિ અને પૂંજીની કમીના કારણે આ ઝડપથી વધી નથી શકતાં. આ સિવાય, AI અને ઓટોમેશન વ્હાઇટ કોલર નોકરી માટે જોખમ બની રહ્યાં છે. ભારતની અર્થવ્યવસ્થા સેવા વિસ્તાર પર નિર્ભર છે અને આ ટ્રેન્ડ શરૂ છે, તો ગ્રાહકની માંગ પર ખરાબ અસર પડી શકે છે. સરકારની આર્થિક સમીક્ષામાં પણ આ જોખમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં બ્રેન ડ્રેન એટલે પ્રતિભાઓનું પલાયનનો પણ મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય વ્યવસાયિકો જર્મની જેવા પશ્ચિમી યુરોપીયન દેશ અને ઉત્તર અમેરિકામાં વસી રહ્યાં છે. તેનાથી ભારતના ઇનોવેશનની ક્ષમતા અને આર્થિક વિકાસ કમજોર થઈ શકે છે. સરકારે પ્રતિભાને રોકવા માટે અનેક પ્રયાસ કર્યાં છે. પરંતુ, અત્યાર સુધી કોઈ મોટો બદલાવ જોવા નથી મળ્યો. ભવિષ્ય વિશે અનિશ્ચિતતાઓનો પડકારો હોવા છતાં, કેટલાક પરિબળો ટૂંકા ગાળાની રાહત આપી શકે છે. સારા પાક અને તાજેતરના બજેટમાં જાહેર કરાયેલા 12 બિલિયન ડોલરના કર ઘટાડાથી ગ્રામીણ વપરાશમાં વધારો થઈ શકે છે. પરંતુ, જો આવકની અસમાનતા, વેતન સ્થિરતા, નબળી વ્યવસાય વૃદ્ધિ અને નોકરીઓનો અભાવ જેવી સમસ્યાઓ ચાલુ રહેશે, તો ભારતની લાંબા ગાળાની આર્થિક સ્થિતિ અસ્થિર રહેશે. નિષ્ણાંતો કહે છે કે, આર્થિક સ્થિરતામાંથી બહાર નીકળવા માટે ભારતને મોટા સુધારાની જરૂર છે. સમૃદ્ધિનો વિસ્તાર કરવો, નાના વ્યવસાયોને મજબૂત બનાવવી અને સમાવેશી અર્થતંત્ર બનાવવું મહત્ત્વપૂર્ણ રહેશે. જો આવું નહીં થાય, તો ભારત એવા દેશોની યાદીમાં જોડાઈ શકે છે જે મધ્યમ આવકની જાળમાંથી બહાર નીકળી નથી શક્યાં.