ભારતીય સૈન્યની 'રોકેટ ફોર્સ' થશે મજબૂત, 1500 કિ.મી.ની રેન્જવાળી બેલેસ્ટિક મિસાઈલનો કરાશે સમાવેશ
ભારતના દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા
સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે
image : Wikipedia |
India Rocket Force News | ભારતના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતની યોજનાને આગળ વધારતા ભારતીય સૈન્યની રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવવા પર કામ શરૂ થઈ ગયું છે. તેના માટે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને (ballistic missile) તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય સૈન્ય રોકેટ ફોર્સના ભાગ રૂપે લગભગ 1,500 કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.
શું છે સંરક્ષણ મંત્રાલયનો પ્લાન?
સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે પ્રલય બેલેસ્ટિક મિસાઈલ ખરીદવાના પ્રસ્તાવને પહેલા જ મંજૂરી આપી દીધી છે અને હવે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને સામેલ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર સૈન્યને પરંપરાગત ભૂમિકામાં ઉપયોગ માટે બેલેસ્ટિક મિસાઇલોના હાલના કાફલામાંથી કોઈ અન્યનીપસંદ કરવાનો મોકો મળી શકે છે. સેના તેની મિડિયમ રેન્જ ફાયરપાવરને મજબૂત કરવા માટે રોકેટ ફોર્સ બનાવી રહી છે. પાકિસ્તાન અને ચીન બંને પાસે આ ક્ષમતા છે.
મોટાપાયે મિસાઈલોનું ઉત્પાદન કરવાની યોજના
હવે પ્રલય મિસાઇલોનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવશે અને ભવિષ્યમાં ઓપરેશનલ સેવા માટે તૈયાર કરવાની અપેક્ષા છે. રોકેટ ફોર્સ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રોકેટ ફોર્સ વિકસાવવાના આર્મીના પ્રયાસોને વેગ આપશે. દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતે પણ તેની તરફેણ કરી હતી. તાજેતરમાં નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું હતું કે દિવંગત જનરલ બિપિન રાવત સરહદ પર દુશ્મનોનો સામનો કરવા માટે રોકેટ ફોર્સ બનાવવાનું કામ કરી રહ્યા હતા.