જમીનમાં 30 મીટર નીચે વહેશે નર્મદાનું પાણી: 12 કિમી દૂર પહોંચશે પાણી, ટનલનું કામ પૂર્ણતાના આરે
1979-90 માં કર્નાટકમાં બનેલી આ નેવીલ સુરંગ દેશની સૌથી લાંબી જળ સુરંગ છે
ટનલનું પાણી જબલપુરથી રીવા સુધીના ચાર જિલ્લાઓમાં આશરે 2.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરુ પાડશે
Image Twitter |
Indias longest tunnel in jabalpur : મહાકૌશલના કટની જિલ્લામાં નર્મદાની જળધારાને ભૂગર્ભમાં 12 કિમી દૂર સુધી લઈ જવાની ચાલી રહેલી કવાયત હવે ફળીભૂત થવા જઈ રહી છે. અહીં 30 મીટર નીચે બનાવવામાં આવી રહેલી દેશની સૌથી લાંબી ભૂગર્ભ સિંચાઈ ટનલનું પાણી જબલપુરથી રીવા સુધીના ચાર જિલ્લાઓમાં આશરે 2.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરુ પાડવામાં આવશે. છેલ્લા બે દાયકાથી ચાલતો આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે આવી ગયો છે. નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટીના કાર્યપાલકન એન્જિનિયર સહજ શ્રીવાસ્તવે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, હવે માત્ર 10 ટકા જેટલુ જ કામ બાકી છે, તે ટૂંક સમયમાં પૂરુ કરી દેવામાં આવશે.
કર્નાટકમાં સૌથી લાંબી જળ ટનલ
1979-90 માં કર્નાટકમાં બનેલી આ નેવીલ સુરંગ દેશની સૌથી લાંબી જળ સુરંગ છે. તેની લંબાઈ 9.7 કિમી તેમજ 75-200 ફુટ ઊંડી છે. રાજસ્થાનમાં પરવન બંધથી નીકળતી આ સુરંગ 8.7 કિમી લાંબી અને 8 મીટર પહોળી છે.
બરગી પ્રોજેક્ટનો એક ભાગ છે આ ટનલ
આ ટનલ નર્મદાના બરગી પ્રોજેક્ટનો એક ભાગ છે. નહેર પ્રોજેક્ટની વચ્ચે સ્લીમનાબાદ છે. ત્યાની વસાહતને બચાવવા માટે વર્ષ 2001માં કેનાલને બદલે ટનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટનલનો એક છેડો સ્લીમનાબાદને અડીને આવેલા સલૈયા ફાટકની પાસે છે તેમજ બીજો કટની શહેરને અડીને આવેલા ખિરહાનીમાં છે. આ ટનલનું બાંધકામ વર્ષ 2008 માં શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે તેનું ટેન્ડર 799 કરોડ રૂપિયાનું હતું. હવે તેની કિંમત વધીને 1300 કરોડ રૂપિયાની નજીક આવી ગઈ છે.
ખડકોની આગળ ભારે મશીનો લગાવવામાં આવ્યા
જમ્મુમાં ટનલ બનાવતી વિદેશી હેવી મશીનો સ્લીમનાબાદની ભૂગર્ભમાં મોટાખડકો સામે લાચાર દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં ડાઉન સ્ટ્રીમમાં 5500 મીટર તેમજ નીચેના ભાગે 4968 મીટરનું ખોદકામ થઈ ચુક્યું છે. અને હવે માત્ર 1500 મીટરનું કામ જ બાકી છે. NVDAના SDO દીપક મંડલોઈએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, TVM મશીનના હેડ પર 56 કટર લાગેલી હોય છે. અને અહીં એકથી દોઢ મીટર ખોદતા આશરે 5-6 કટર તૂટી જાય છે, જેના કારણે હાલમાં રૂ.10 લાખનું નુકસાન થયું છે.