ભારતમાં સરકારની માલિકી હેઠળનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ આ રાજ્યમાં લોન્ચ થશે, જાણો શું છે ઉદ્દેશ્ય

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
ભારતમાં સરકારની માલિકી હેઠળનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ આ રાજ્યમાં લોન્ચ થશે, જાણો શું છે ઉદ્દેશ્ય 1 - image


Image Source: Twitter

તિરુવનંતપુરમ, તા. 07 માર્ચ 2024 ગુરૂવાર

કેરળ ગુરુવારે ભારતનું પ્રથમ સરકારી માલિકી હેઠળનું ઓટીટી પ્લેટફોર્મ સી સ્પેસ લોન્ચ કરશે. તેનો હેતુ લોકોને સાર્થક જાણકારી આપવાનો અને વિસ્તારના વિશાળ અવસરોનો લાભ ઉઠાવવાનો છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાત માર્ચે સવારે 9.30 વાગે કેરાલી થિયેટરમાં ઓટીટી પ્લેટફોર્મની શરૂઆત કરશે. સાંસ્કૃતિક મામલાના મંત્રી સાજી ચેરિયન તેની અધ્યક્ષતા કરશે. 

કેએસએફડીસી સંભાળે છે મેનેજમેન્ટ

કેરળ રાજ્ય ફિલ્મ વિકાસ નિગમ (કેએસએફડીસી) ના ફિલ્મ ડાયરેક્ટર અને અધ્યક્ષ શાજી એન કરુણે કહ્યુ કે સી સ્પેસ મૂળરીતે સામગ્રી પસંદગી અને પ્રસારના મામલે ઓટીટી ક્ષેત્રે વધતા અસંતુલન અને વિવિધ પડકારોનો જવાબ છે. સી સ્પેસનું મેનેજમેન્ટ કેએસએફડીસી દ્વારા કરવામાં આવે છે, જે એક રાજ્યની માલિકીની વાળી કંપની છે. તેને કેરળ સરકારના સાંસ્કૃતિક મામલાના વિભાગ તરફથી મલયાલમ સિનેમા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું કામ સોંપવામાં આવ્યુ છે.

ઓટીટી માટે પેનલની રચના

કેએસએફડીસીના પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર અને અધ્યક્ષ શાજી એન વરુણે કહ્યુ, સીસ્પેસ મૂળ રીતે સામગ્રી પસંદગી અને પ્રસારના મામલામાં ઓટીટી ક્ષેત્રે વધતા અસંતુલન અને વિવિધ પડકારોનો જવાબ છે. તેમણે જણાવ્યુ કે સામગ્રી પસંદગી અને મંજૂરી માટે કેએસએફડીસીએ 60 સભ્યોનું એક ક્યૂરેટર પેનલ રચના કરી છે, જેમાં રાજ્યની પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક હસ્તીઓ, જેમ કે બેન્યામિન, ઓવી ઉષા, સંતોષ સિવન, શ્યામાપ્રસાદ, સની જોસેફ અને જિયો બેબી સામેલ છે. 

સ્ટેજ પર પ્રસ્તુત કરવામાં આવેલી દરેક સામગ્રીનું મૂલ્યાંકન પેનલના ત્રણ ક્યૂરેટર દ્વારા તેમની કલાત્મક, સાંસ્કૃતિક અને ઈન્ફોટેનમેન્ટ યોગ્યતા માટે કરવામાં આવશે. માત્ર ક્યૂરેટર દ્વારા ભલામણ કરેલ સામગ્રી જ સ્ટેજ પર પ્રદર્શિત કરવામાં આવશે. કરુણે કહ્યુ કે ક્યૂરેટરે અત્યાર સુધી સીસ્પેસના પહેલા તબક્કા માટે 42 ફિલ્મોની પસંદગી કરી છે જેમાં 35 ફિચર ફિલ્મો, છ દસ્તાવેજી ફિલ્મ અને એક શોર્ટ ફિલ્મ સામેલ છે. તે ફિલ્મો પણ બતાવવામાં આવશે જેમણે રાષ્ટ્રીય કે રાજ્ય પુરસ્કારોમાં પુરસ્કાર જીત્યા છે કે મુખ્ય ફિલ્મ સમારોહમાં પ્રદર્શિત કરવામાં આવી છે.


Google NewsGoogle News