ગુલમર્ગમાં ખુલ્યો ભારતનો પ્રથમ 'ગ્લાસ ઇગ્લૂ રેસ્ટોરન્ટ'
નવી દિલ્હી,તા. 31 જાન્યુઆરી 2023, મંગળવાર
ભારતનો પ્રથમ ગ્લાસ ઇગ્લૂ રેસ્ટોરન્ટ આ દિવસોમાં વિશ્વ પ્રસિદ્ધ ગુલમર્ગ સ્કી રિસોર્ટમાં આવતા પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. કાચની દીવાલોવાળી આ રેસ્ટોરન્ટ ગુલમર્ગની કોલાહોઈ ગ્રીન હાઈટ્સ હોટેલ દ્વારા બરફની વચ્ચે બનાવવામાં આવી છે.
બે વર્ષ પહેલાં, આ જ હોટેલે ગુલમર્ગમાં સ્નો ઇગ્લૂ બનાવ્યું હતું, જે મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે તે એશિયાનું સૌથી મોટું સ્નો ઇગ્લૂ છે.
હોટેલ મેનેજમેન્ટે જણાવ્યું કે, તેઓએ ફિનલેન્ડથી આ કોન્સેપ્ટ લીધો અને તેમની હોટલના આંગણામાં જ ત્રણ ઈગ્લૂ બનાવ્યા - જે અગાઉ ક્યારેય જોયા નહોતા. ગુલમર્ગ ગોંડોલા કેબલ કાર પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ત્રણ ઇગ્લૂ પણ બનાવ્યા.
- આ અનોખા ઈગ્લૂ માટે ઈમ્પોર્ટેડ ફેબ્રિકેટેડ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો
- કાચના આ ઈગ્લૂમાં એક સમયે આઠ લોકો બેસી શકે છે
- પ્રવાસીઓને એક અલગ પ્રકારનો અનુભવ આપવાનો પ્રયાસ
આ વખતે હિમવર્ષાના કારણે ગુલમર્ગ સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો છે. ગ્લાસ ઇગ્લૂ રેસ્ટોરન્ટની મુલાકાત પ્રવાસીઓ માટે એક અલગ અનુભવ છે. તે પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પ્રવાસીઓ માટે તે સ્વર્ગથી ઓછું નથી, કારણ કે, એક તો અહીંનું તાપમાન સામાન્ય છે અને બીજું, અહીંથી ખૂબ જ સુંદર નજારો દેખાય છે. આમાં લોકો ખાણીપીણીની મજા લેતા જોઈ શકાય છે. તેની ચારે બાજુ બરફ હોય છે.