દેશની પહેલી હવા-પાણીથી ચાલનારી બસની શરુઆત, હરદીપ સિંહએ આપી લીલી ઝંડી

આજે ભારતમાં પહેલીવાર હાઈડ્રોજન બસ (Green hydrogen Bus )ની શરુઆત થઈ

ભારત આગામી બે દશકામાં પુરી દુનિયામાં 25 ટકા એનર્જીની ડિમાન્ડ વાળો દેશ હશે.

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News


દેશની પહેલી હવા-પાણીથી ચાલનારી બસની શરુઆત, હરદીપ સિંહએ આપી લીલી ઝંડી 1 - image
Image Twitter 

તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર 

આજે ભારતમાં પહેલીવાર હાઈડ્રોજન બસ (Green hydrogen Bus )ની શરુઆત થઈ ગઈ છે અને તેની સાથે નવો ઈતિહાસ રચાયો. આ ટેકનોલોજીની પોઝીટિવ અસર આવનારા સમયમાં જોવા મળશે. 

દેશની રાજધાની દિલ્હી(Delhi) માં કેન્દ્ર સરકાર ( Central Government) ના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ (hardeep singh puri)એ દેશની પહેલી હાઈડ્રોજનથી ચાલતી બસને લીલી ઝંડી આપી હતી. આ સાથે પર્યાવરણ માટે એક નવુ કદમ આવનારા દિવસોમાં પ્રદુષણ ઘટાડવાની દિશામાં કામ કરવા સફળતા મળશે. 

ભારતમાં આવનારા થોડા સમયમાં જોવા મળશે...

ભારત આગામી બે દશકામાં પુરી દુનિયામાં 25 ટકા એનર્જીની ડિમાન્ડ વાળો દેશ હશે.

ભારત ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજન (green hydrogen ) એક્સપોર્ટેશનમાં ચેમ્પિયન હશે

2050 સુધી ગ્લોબલી હાઈડ્રોજન ડિમાન્ડ વધીને 4-7 એટલે કે 500-800 મેટ્રિત ટન થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

ભયંકર પ્રદુષણનો સામનો કરી રહી છે દુનિયા

એક તરફ દેશમા નવી નવી ટેકનોલોજી જોવા મળી રહી છે, બીજી તરફ લગભગ પુરી દુનિયા ભયંકર પ્રદુષણનો સામનો કરી રહી છે. જેના કારણે વિવિધ દેશની સરકારો તે વિશે સંશોધન કરી રહી છે. ભારત પણ આ પ્રદુષણ નાથવા માટે વિવિધ પ્રયોગો કરી રહ્યુ છે જેમાં ઈલેક્ટ્રિક ગાડીઓનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ભારતે પહેલી હાઈડ્રોજન સંચાલિત બસની શરુઆત કરી છે જે આગામી વર્ષોમાં ઈતિહાસ રચશે. જેનુ પોઝિટિવ પરિણામ આવનારા સમયમાં જોવા મળશે. 



Google NewsGoogle News