ફિલિપાઈન્સને ચીનથી બચાવશે ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’, બ્રહ્મોસ મિસાઈલ બેઝ પણ તૈયાર
Image: Wikipedia
Brahmos Supersonic Cruise Missile: ચીનને હવે ચેન પડશે નહીં કેમ કે ફિલિપાઈન્સે દક્ષિણ ચીન સાગર તરફ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનો પહેલો બેઝ બનાવી દીધો છે. અહીંથી ફિલિપાઈન્સ જ્યારે ઈચ્છે ત્યારે ચીનના યુદ્ધ જહાજો, ડ્રોન્સ, વિમાનો વગેરેને નિશાન બનાવી શકે છે.
આ બેઝ ફિલિપાઈન્સના પશ્ચિમી લુઝોનમાં છે. સેટેલાઈટ તસવીરોમાં આ બેઝના ડેવલપમેન્ટનો નજારો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ફિલિપાઈન્સે વર્ષ 2022માં ભારત સાથે બ્રહ્મોસ મિસાઈલની ડીલ કરી હતી. તેણે આ મિસાઈલની 3 બેટરી ખરીદી હતી. જેથી ફિલિપાઈન્સ મરીન કોર્પ્સ કોસ્ટલ ડિફેન્સ રેજિમેન્ટ પોતાના દેશની ચીનથી સુરક્ષા કરી શકે.
બ્રહ્મોસ મિસાઈલનો નવો બેઝ પશ્ચિમી લુઝોનના જામબેલ્સ સ્થિત નેવલ સ્ટેશન લિયોવિજિલ્ડો ગેન્ટિયોકોઈમાં છે. આ બેઝ ફિલિપાઇન્સ મર્ચન્ટ મરીન એકેડેમીના દક્ષિણમાં બની રહ્યો છે. પહેલા ત્યાં એમ્ફિબિયસ અસોલ્ટ અને તટીય સુરક્ષાની ટ્રેનિંગ થતી હતી. મરીન એમ્ફિબિયસ અસોલ્ટ વ્હીકલ્સ પણ રાખવામાં આવે છે.
ક્યારે અને કેટલાની થઈ હતી ભારત સાથે ડીલ?
ચીનની હરકતોથી પરેશાન ફિલિપાઈન્સે ભારત પાસે મદદ લીધી. તેણે ભારત પાસે વર્ષ 2022માં 3131 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. બે વર્ષ બાદ ભારતે ફિલિપાઈન્સને દુનિયાની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ સોંપી દીધી છે. ફિલિપાઈન્સ આકારમાં ભારત કરતાં 996% નાનું છે. વસતી માત્ર 11.46 કરોડ છે.
ફિલિપાઈન્સે ભારત પાસેથી પ્રાપ્ત કરેલી મિસાઈલોને એવી સ્થળો પર તૈનાત કરી રહ્યું છે જ્યાંથી ચીનના હુમલાનો આકરો જવાબ આપી શકાય. બ્રહ્મોસના મળ્યા બાદ ફિલિપાઈન્સની સૈન્ય તાકાતમાં ઘણો વધારો થઈ ગયો છે. બ્રહ્મોસ વિશ્વની કેટલીક પસંદ કરેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો પૈકીની એક છે જે ક્યાંકથી પણ દાગી શકાય છે.
ફિલિપાઈન્સને બે પ્રકારની બ્રહ્મોસ મિસાઈલો જોઈએ
ફિલિપાઈન્સને એન્ટી-શિપ અને લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઈલો જોઈએ. હાલ તેને લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઈલો આપવામાં આવી છે. બ્રહ્મોસના છ થી વધુ વર્જન છે. 1200થી 3000 કિલો વજન સુધીની આ મિસાઈલો 20થી 28 ફૂટ લાંબી હોય છે. આ મિસાઈલ 200થી 300 KG પરમાણુ કે પારંપરિક હથિયાર લઈ જઈ શકાય છે. આ મિસાઈલ 15 km ની ઊંચાઈ સુધી જઈ શકે છે. 290થી લઈને 800 km સુધીની રેન્જ છે. સારી વાત એ છે કે આ સમુદ્રથી અમુક ફૂટ ઉપર ઉડાન ભરે છે. તેથી રડાર પર જોવા મળતી નથી. સ્પીડ 3704 કિલોમીટર પ્રતિકલાક.
ફિલિપાઈન્સની ચારેતરફ માત્ર સમુદ્ર જ સમુદ્ર
ફિલિપાઈન્સનું કુલ ક્ષેત્રફળ 343,448 વર્ગ KM છે. આ દક્ષિણ ચીન સમુદ્રમાં નાના-નાના 7641 દ્વીપોનો એક સમૂહ છે. દક્ષિણી ચીન સાગર પશ્ચિમમાં છે. ફિલિપાઈન સમુદ્ર પૂર્વ અને સેલેબસ સમુદ્ર દક્ષિણમાં છે. ફિલિપાઈન્સ પોતાની સમુદ્રી સરહદ તાઈવાન, જાપાન, પલાઉ, ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને ચીનની સાથે વહેંચે છે. આ દુનિયાનો 12મો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે.
ટોમાહોકથી બમણી ઝડપી, દુશ્મનની નજરમાં બ્રહ્મોસ મિસાઈલ આવતી નથી
બ્રહ્મોસ મિસાઈલ હવામાં જ રસ્તો બદલવામાં સક્ષમ છે. હરતાં-ફરતાં ટાર્ગેટને પણ બરબાદ કરી દે છે. આ 10 મીટરની ઊંચાઈ પર ઉડાન ભરવામાં સક્ષમ છે એટલે કે દુશ્મનના રડાર તેને જોઈ શકતાં નથી. આ કોઈ પણ અન્ય મિસાઈલ ઓળખ સિસ્ટમને દગો આપી શકે છે. તેને મારવી લગભગ અસંભવ છે. બ્રહ્મોસ મિસાઈલ અમેરિકાના ટોમાહોક મિસાઈલથી બમણી ઝડપે ઉડે છે.