હેલ્પરની નોકરી માટે રશિયા ગયેલા ભારતીયોને યુક્રેન સામે લડવું પડી રહ્યું છે યુદ્ધ! વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
રશિયામાં ફસાયેલા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે
Indian Worker In Russia: રશિયામાં ફસાયેલા ભારતીયોને ભારતીય વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે,'ભારતીય દૂતાવાસ રશિયામાં ફસાયેલા નાગરિકોની વહેલી તકે છોડાવશે માટે રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં 'હેલ્પર' તરીકે કામ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.'
ભારતીયો યુદ્ધ લડવા મજબૂર
અહેવાલ અનસુરા, રશિયામાં કેટલાક ભારતીયોને 'હેલ્પર' તરીકે કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર છે. ફસાયેલા મોટાભાગના મજૂરો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે.
આ મામલો છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં છે. એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે તમામ નાગરિકોને ભારત પાછા લાવવા માટે પગલાં લેવામાં આવે. ઓવૈસીએ કહ્યું હતું કે,'મજૂરોને નોકરીના વાયદા સાથે રશિયા લઈ જવામાં આવ્યા હતા અને યુક્રેન સાથે લડવા માટે યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા હતા.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'અમે જાણીએ છીએ કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સેના સાથે હેલ્પર માટે સાઇન અપ કર્યું છે. ભારતીય દૂતાવાસે તેમના પરત આવવા માટે સંબંધિત રશિયન અધિકારીઓ સાથે નિયમિતપણે મામલો ઉઠાવ્યો છે. અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ યુદ્ધથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.'