Get The App

અમેરિકાથી એકદમ વિપરિત ભારતીયો શિક્ષણ કરતાં લગ્નો પાછળ કરે છે બમણો ખર્ચ, ચોંકાવનારો રિપોર્ટ

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
અમેરિકાથી એકદમ વિપરિત ભારતીયો શિક્ષણ કરતાં લગ્નો પાછળ કરે છે બમણો ખર્ચ, ચોંકાવનારો રિપોર્ટ 1 - image


Indian marriage Expenses News : ભારતમાં શિક્ષણ પાછળ જેટલો ખર્ચો નથી કરાતો તેનાથી અનેક ગણો વધુ ખર્ચો લગ્નો પાછળ કરવામાં આવે છે. ભારતીય લગ્ન ઉદ્યોગનો વ્યાપ 10 લાખ કરોડ રૂપિયા માનવામાં આવે છે જે ખાદ્ય અને કરિયાણા બાદ બીજા ક્રમે આવે છે. એક રિપોર્ટ અનુસાર આમ ભારતીય શિક્ષણ કરતા લગ્ન સમારોહની પાછળ બેગણો વધુ ખર્ચો કરી નાખે છે. 

રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષે 80 લાખથી એક કરોડ જેટલા લગ્નો થાય છે, જ્યારે ચીનમાં આ સંખ્યા 70 થી 80 લાખ અને અમેરિકામાં 20થી 25 લાખની છે. બ્રોકરેજ  ફર્મ જેફરીઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય લગ્ન ઉદ્યોગ અમેરિકા (70 અબજ અમેરિકી ડોલર)ના ઉદ્યોગના આકારના લગભગ બેગણો છે. જોકે આ ચીન (170 અબજ અમેરિકી ડોલર)થી નાનો છે. ભારતમાં ખપત ક્ષેણીમાં લગ્ન બીજા ક્રમે છે, જો લગ્ન પણ એક કેટેગરી માનવામાં આવતી તો તે ખાદ્ય અને કિરાણા (681 અબજ અમેરિકી ડોલર) બાદ સૌથી મોટી કેટેગરી માનવામાં આવતી હોત. 

ભારતમાં લગ્નો પાછળ અન્ય દેશો કરતા વધુ ખર્ચ કરવામાં આવે છે, જે પાછળનું કારણ આભૂષણો અને જ્વેલરી પણ માનવામાં આવે છે. જોકે લગ્નો પાછળ થતા ખર્ચાને કારણે જ્વેલરી અને કપડા માર્કેટ તેમજ આડકતરી રીતે ઓટો તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પણ ફાયદો થાય છે. જોકે શિક્ષણ કરતા લગ્નો પાછળ વધુ ખર્ચો કરવો અયોગ્ય પણ માનવામાં આવે છે. કેમ કે અમેરિકા જેવા દેશોમાં લગ્નો કરતા શિક્ષણ પાછળ વધુ ખર્ચો કરવામાં આવે છે. અમેરિકામાં શિક્ષણ કરતા અડધો ખર્ચો લગ્નો પાછળ કરવામાં આવે છે. જ્યારે ભારતમાં શિક્ષણ કરતા બમણો ખર્ચો લગ્નો પાછળ કરવામાં આવે છે.   


Google NewsGoogle News